Gandhinagar News : રાજ્યના સરકારી કર્મચારીઓએ પણ હવે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું પડશે. હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ અંગે સ્પષ્ટ સૂચના આપી છે. આવતીકાલથી આ નિયમનું કડક પાલન કરાવવા માટે રાજ્યની તમામ સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિકના પોલીસ મહા નિરીક્ષકને પણ આ કામગીરીનું મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.
* સરકારી કર્મચારીઓએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે.
* હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી થશે.
* રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આપી સ્પષ્ટ સૂચના.
* સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ રહેશે તૈનાત.
* આવતીકાલથી નિયમનું કડક પાલન કરાવવા DGPએ આપી સૂચના.
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા જણાવવમાં આવે છે. આવતીકાલથી કચેરઓમાં ફરજીયાત પણે હેલ્મટ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. જો રાજ્યના સરકારી કર્મચારીઓ જો હેલ્મેટ નહીં પહેરે તો કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચના આપવામાં આવી છે.
@ UJJWAL VYAS
આ પણ વાંચો: પોલીસ સ્ટેશનો અને સરકારી કચેરીઓ બાદ હવે ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટી-કોલેજોમાં હેલ્મેટ ફરજિયાત
આ પણ વાંચો: ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા
આ પણ વાંચો: આ રાજ્યોમાં હવે 4 વર્ષથી ઉપરના બાળકો માટે હેલ્મેટ પહેરવું જરૂરી, હાઈકોર્ટનો આદેશ
