Gujarat News : રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધી જતા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે હેલ્મેટ પહેરવાની અમલવારી કરાવવા મામલે ગુજરાત હાઈકોર્ટે કરેલા હુકમને રાજ્યની તમામ યુનિવપર્સિટીને લેખિત રજુઆત કરી છે. જેમાં વાઈસ ચાન્સેલરોનો સહકાર માંગવામાં આવ્યો છે. રાજ્યમાં 2023માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 7854 માંથી હેલ્મેટ વગર 2667 લોકો મોતને ભેટ્યા હતા. તે સિવાય કુલ મૃત્યુ પામેલા લોકો પૈકી 26 વર્ષથી ઓછી ઉમરના2082 યુવકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હોવાની ચોંકાવનારી વિગતો લેખિતમાં રજુ કરવામાં આવી હતી.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ સરકારી કચેરીના વડાઓ અને અધિકારીઓને લેકિતમાં રજૂઆત કરીને કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવા ફરજ પાડવા સહકાર માંગવા રજૂઆત કરી છે. તમામ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરોને લેખિતમાં રજીઆત કરી ટુ વ્હીલર ચલાવતા તમામ કર્મચારીઓને હેલ્મેટ પહેરવા ફરજ પાડતા કહ્યું છે. રજૂઆતમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં કિલ મૃત્યુ પામેલા લોકોના આંકડા, હેલ્મેટ વગર મોતને ભેટેલા લોકોના આંકડા તેમજ 26 વર્ષથી ઓછી ઉમરના યુવકોના મોતના આંકડાનો ઉલ્લેખ કર્યો છે.
રાજ્યમાં કુલ મૃત્યુ માપેલા લોકોમાંથી 35 ટકા લોકો હેલ્મેટ ન પહેરવાને કારણે તેમ જ માર્ગ અકસ્માતમાં 26 વર્ષતી ઓછી ઉમરના 26.50 ટકા યુવકોએજીવ ગુમાવ્યા હોવાની વિગતો છે. આ રજૂઆતમાં વાહનની પાછળ બેઠેલી વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે.
આ પણ વાંચોઃસુરતમાં કોપી નોટની હેરાફેરી કરતાં ત્રણ ઇસમોની SOG અયે કરી શકે છે
આ પણ વાંચોઃ સુરતમાં ATS અને SOG એ સંયુક્ત રેડ કરી ઝડપી આગળની ડપ્લીકેટ નોટ
