Assembly Election 2024/ Maharashtra and Jharkhand Election 2024 Live: બિટકોઈન અને કેશ કૌભાંડ વચ્ચે વાક્યુદ્ધ

આ મહત્વપૂર્ણ દિવસને ધ્યાનમાં રાખીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોને ખાસ અપીલ કરી છે.

Top Stories India Breaking News

Maharashtra and Jharkhand Election Live: મહારાષ્ટ્ર (Maharashtra) અને ઝારખંડ (Jharkhand) બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly Election) માટે આજે મતદાન થઈ ગયું છે. ઝારખંડમાં આ બીજા તબક્કાની ચૂંટણી છે જેમાં રાજ્યની કુલ 38 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. તે જ સમયે, બુધવારે જ મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે એક તબક્કામાં મતદાન થશે. આ મહત્વપૂર્ણ દિવસને ધ્યાનમાં રાખીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોને ખાસ અપીલ કરી છે.

13.05 PM બિટકોઈન કૌભાંડનો મુદ્દો ચગ્યો

મહારાષ્ટ્રમાં આજે મતદાન વખતે ભાજપે ફરી એકવાર બિટકોઈન કૌભાંડમાં સુપ્રિયા સુલે અને કોંગ્રેસના નેતા નાના પટોલેના નામ લીધા છે. પક્ષે આરોપ મૂક્યો છે કે બંને નેતાઓએ ચૂંટણી અને મતદાનને અસર કરવા વિદેશી ભંડોળનો ઉપયોગ કર્યો હતો. એનસીપી નેતા અજિત પવારે કહ્યું કે કૌભાંડને લઈને ઓડિયો ક્લિપ સામે આવી છે, જેમાં સુપ્રિયા સુલેનો અવાજ છે.

બીજી તરફ કેશ કૌભાંડ પર ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે આ એક કાવતરું છે. જો રાહુલ ગાંધી આરોપો લગાવતા હોય તો પહેલા મને 5 કરોડ રૂપિયા મળ્યાના પુરાવા આપો.

10.51 AM નીતિન ગડકરીએ વોટ નાખ્યો

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં મત આપી લોકતંત્રને મજબૂત કરવાની સૌ નાગરિકોને અપીલ કરી છે.

09.30 AM ખુલ્લેઆમ પૈસાની વહેંચણી કરવાનો આરોપ

લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ JMM સરકારના મંત્રી પર ખુલ્લેઆમ પૈસાની વહેંચણી કરવાનો આરોપ લગાવ્યો છે. નિશિકાંત દુબેએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘ચૂંટણી પંચ @ECISVEEP, આ ઝારખંડની માધુપુર વિધાનસભા છે, JMM સરકારના મંત્રી હાફિઝનો ભાઈ ખુલ્લેઆમ પૈસા વહેંચી રહ્યો છે, તમે કૃપા કરીને JMMના એજન્ટ અધિકારીઓને આખા ઝારખંડમાં આ ડ્રામા રચ્યો છે. પ્રથમ વખત ઝારખંડમાં ચૂંટણી પંચ લકવાગ્રસ્ત દેખાય છે.
<

p style=”text-align: justify;”>09.30 AM રોહિત પવારે લગાવ્યો આરોપ

NCP (SCP) કર્જત-જામખેડના ઉમેદવાર રોહિત પવારે આરોપ લગાવ્યો છે કે મતદાન કેન્દ્ર પર EVMમાં તેમના નામની આગળ કાળું નિશાન લગાવવામાં આવ્યું છે. તેણે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. રોહિત પવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને ચૂંટણી પંચના અધિકારીઓને કાળા નિશાન હટાવવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે શરદ પવાર રોહિત પવારના દાદા છે.

08.55 AM બાબુલાલ મરાંડીએ કર્યુ મતદાન

ઝારખંડમાં ભાજપ પ્રમુખ બાબુલાલ મરાંડીએ ગિરીધમાં મત આપ્યો છે.

08.50 AM ઝીશાન સિદીક્કીએ કર્યુ મતદાન

08.45 AM સુપ્રિયા સુલેએ મત આપ્યો

એનસીપી નેતા સુપ્રિયા સુલેએ પરિવાર સાથે આજે મતદાન કર્યુ છે.

08.35 AM મહારાષ્ટ્રના ગર્વનરે કર્યુ મતદાન

08.32 AM સચીન તેંડુલકરે મતદાન કર્યુ 

ક્રિકેટર સચીન તેંડુલકરે મુંબઈમાં પત્ની અને પુત્રી સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ છે.

08.30 AM JMM સરકાર બનાવવાનો કર્યો દાવો

08.16 AM આરબીઆઈ ગવર્નરે કર્યુ મતદાન

મુંબઈમાં RBI ગવર્નરે વિધાનસભા બેઠકો માટે મતદાન કર્યુ છે.

08.00 AM કબીર બેદીએ કર્યુ મતદાન

મહારાષ્ટ્રમાં આજે એક તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે મુંબઈમાં ફિલ્મ ડિરેક્ટર કબીર બેદીએ મત આપ્યો છે.

07.50 AM અક્ષય કુમારે મત આપ્યો

અભિનેતા અક્ષય કુમારે ઉત્સાહપૂર્વક મુંબઈમાં મતદાન કર્યુ છે.

07.15 AM મોહન ભાગવતે મત આપીને શું કહ્યું

નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે દરેક નાગરિકને મતદાન કરવાની કરી અપીલ.

PM મોદીની ઝારખંડના મતદારોને અપીલ

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પીએમ નરેન્દ્ર મોદીએ આ અવસર પર મતદારોને એક નવો રેકોર્ડ બનાવવાની અપીલ કરી છે, હું મારા તમામ યુવા મિત્રોને અભિનંદન આપું છું તમારો દરેક મત રાજ્યની તાકાત છે.

PM મોદીની મહારાષ્ટ્રના મતદારોને અપીલ

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મતદાતાઓ માટે એક સંદેશ પણ આપ્યો હતો. તેમણે લખ્યું – “આજે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો માટે મતદાન થશે. હું રાજ્યના મતદારોને વિનંતી કરું છું કે તેઓ પૂરા ઉત્સાહ સાથે તેનો ભાગ બને અને લોકશાહીના તહેવારની સુંદરતામાં વધારો કરે. આ પ્રસંગે, તમામ યુવા અને મહિલા મતદારોને અપીલ છે કે તેઓ બહાર આવીને મતદાન કરે.”

મહારાષ્ટ્રમાં ભાજપ 149 સીટો પર ચૂંટણી લડી રહી છે

20 નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપ, જે શાસક મહાયુતિ ગઠબંધનનો ભાગ છે, સૌથી વધુ 149 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 81 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. દરમિયાન, અજિત પવારની આગેવાની હેઠળની NCP 59 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

NDAને ઝારખંડમાં 51 થી વધુ સીટો મળશે – બાબુલાલ મરાંડી

ઝારખંડમાં મતદાનના દિવસે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ દાવો કર્યો છે કે ઝારખંડમાં લોકોનો મૂડ હેમંત સોરેનના નેતૃત્વવાળી જેએમએમ સરકાર બદલવાનો છે. ભાજપ-એનડીએને 51થી વધુ સીટો મળશે અને અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડુંગળી, કપાસ અને સોયાબીન… મહારાષ્ટ્રમાં પાકના ભાવ ચૂંટણીનો મુદ્દો કેવી રીતે બન્યા?

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીઓ રદ કરીને અમિત શાહ અચાનક દિલ્હી કેમ પહોંચ્યા?

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજી, ‘એક છે તો સુરક્ષિત છે’નું પોસ્ટર બતાવ્યું