નિર્ભયા સામૂહિક દુષ્કર્મનાં દોષિતોમાંથી એક અક્ષય કુમાર સિંહની સમીક્ષા અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. આ અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસની તપાસ બરોબર થઇ છે અને તેમાં કોઈ ખામી નથી. કોર્ટે કહ્યું કે, મૃત્યુદંડ પર આરોપીને બચાવની સંપૂર્ણ તક આપવામાં આવી છે.

ચાર દોષિતોમાંથી એક અક્ષયે સાત વર્ષ પહેલા સામૂહિક દુષ્કર્મ-હત્યાનાં હ્રદયસ્પર્શી કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આરોપીનાં વકીલે આ કેસમાં એકમાત્ર સાક્ષી અવનીન્દ્ર પાંડે અને નિર્ભયાનાં મિત્રનાં નિવેદન પર પણ સવાલો ઉઠાવ્યા હતા, જો કે કોર્ટે તેમની તમામ દલીલોને નકારી કાઢી હતી. આપને જણાવી દઈએ કે, ગુના દરમિયાન અવનીન્દ્ર સ્થળ પર જ હતો અને દુષ્કર્મીઓએ તેને ઢોર માર માર્યો હતો.

16 ડિસેમ્બર, 2012 નાં રોજ, ઘટનાની રાત્રે અવનીન્દ્રને આ દુષ્કર્મીઓએ માર માર્યો હતો અને નિર્ભયાની સાથે તેને બસની નીચે ફેંકી દીધો હતો. હાલમાં અવનીન્દ્ર ક્યાં છે, દરેક જાણવા માંગે છે, પરંતુ તેના વિશે કોઈ માહિતી નથી. તેના પરિવારનાં લોકો નથી ઇચ્છી રહ્યા કે અવનીન્દ્ર વિશે કોઈ માહિતી આપવામાં આવે. એવું કહેવામાં આવે છે કે, અવનીન્દ્ર હવે એક ગુમનામ જીવન પસાર કરી રહ્યો છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર અવનીન્દ્રનાં પિતા ભાનુ પ્રતાપ પાંડેએ જણાવ્યું હતું કે, નિર્ભયા સાથેની ઘટનાને સાત વર્ષ થયા છે, હવે તેમનો પુત્ર અવનીન્દ્ર બીજી જીંદગી જીવી રહ્યો છે. તેના પિતાનું કહેવું છે કે આ અકસ્માત પછી અવનીન્દ્ર ગળ વધી શકતો ન હતો. દિલ્હી કે ગોરખપુરમાં રહીને તે કશું વિચારી શક્યો નહીં કારણ કે તેને ઘણા સવાલો પૂછવામાં આવ્યા છે. પિતાએ કહ્યું કે, અવનીન્દ્ર આજે એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે વિદેશમાં કામ કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
