Breaking news: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) બ્રિટન (Britain) અને આયર્લેન્ડની (Ireland) છ દિવસીય મુલાકાતે છે. મંગળવારે જયશંકર બ્રિટન પહોંચ્યા અને વડાપ્રધાન કીર સ્ટારમરને મળ્યા. જોકે, બ્રિટનમાં વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. ભારત સરકારે આ ઘટના સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે એસ જયશંકરની બ્રિટનની મુલાકાત દરમિયાન સુરક્ષામાં રહેલી ખામીઓની નિંદા કરી હતી.
ભારત સરકારે શું કહ્યું?
વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં ક્ષતિને લઈને ગુરુવારે ભારતની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું- “અમે વિદેશ મંત્રીની બ્રિટનની મુલાકાત દરમિયાન સુરક્ષા સંબંધિત ખામીની ઘટનાના ફૂટેજ જોયા છે. “અમે અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓના આ નાના જૂથની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓની નિંદા કરીએ છીએ.”
બ્રિટનને તેની જવાબદારીઓ નિભાવવાની સલાહ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓ પર નિશાન સાધતા બ્રિટિશ સરકારને પણ પોતાની જવાબદારી નિભાવવા કહ્યું છે. જયસ્વાલે કહ્યું- “અમે આવા તત્વો દ્વારા લોકતાંત્રિક સ્વતંત્રતાના દુરુપયોગની નિંદા કરીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા કિસ્સાઓમાં યજમાન સરકાર તેની રાજદ્વારી જવાબદારીઓનું સંપૂર્ણ પાલન કરશે.
આ પણ વાંચો: વિદેશ મંત્રી એસ જયશંકર આજે અમેરિકા જવા રવાના થશે
આ પણ વાંચો:શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા, આજે પીએમ મોદી સાથે વાત કરશે