Gandhinagar News/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે નવા જીલ્લા પ્રમુખોની કરી વરણી

રાજ્યમાં આજે મોટાભાગના જિલ્લાઓ અને શહેરોને નવા ભાજપ પ્રમુખો મળ્યાં છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: રાજ્યમાં આજે મોટાભાગના જિલ્લાઓ અને શહેરોને નવા ભાજપ પ્રમુખો મળ્યાં છે. અમરેલી અને જુનાગઢ જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ અને ગાંધીનગરમાં અનિલ પટેલની વરણી કરવામાં આવી છે.

ભાજપ જિલ્લા પ્રમુખોની યાદી

જામનગર જિલ્લા પ્રમુખ :ડો.વિનોદ ભંડેરી

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ: ભુરાભાઈ શાહ

વડોદરા શહેર ભાજપ પ્રમુખ: જયપ્રકાશ સોની

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ: નીલ રાવ

ભાવનગર શહેર ભાજપ પ્રમુખ: કૃણાલ શાહ

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ: ચંદુભાઈ મકવાણા

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ: અતુલ કાનાણી

બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ: કિર્તીસિંહ વાઘેલા

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ: ભરતભાઈ રાઠોડ

ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ: અનિલ પટેલ

મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ: ગિરીશ રાજગોર

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ: ગૌરવ રૂપારેલીયા

ગઈકાલે ભાજપે રાજ્યના 33 જીલ્લાના પ્રમુખોની નિમણૂક કરી હતી, ત્યારે આજે 8 શહેરો અને 33 જિલ્લાના પ્રમુખોના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં વર્તમાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, ત્યારે નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ત્રણેય મિત્રો વચ્ચે બોલાચાલી થતા, 2 મિત્રોએ મળી યુવક પર ફાયરિંગ કર્યું

આ પણ વાંચો:વડોદરામાં પતિએ પત્ની પર કર્યું ફાયરિંગ : CCTVમાં મહિલા તેના બે માણસો સાથે મકાનની કંપાઉન્ડ વોલ કૂદતી દેખાય છે

આ પણ વાંચો:અમેરિકાના વોશિંગ્ટનમાં ફાયરિંગ, ભારતના યુવકનું ગોળી વાગતા મોત, નોકરીની આશા અધૂરી