ED Raids in Kolkata:પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે કેન્દ્રીય તપાસ એજન્સી ED ફરી એકવાર એક્શન મોડમાં આવી છે. કોલસાની તસ્કરી અને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં EDની ટીમે રવિવારે સવારે કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર (DCP) શાંતનુ સિન્હા બિશ્વાસના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
DCP અને ઉદ્યોગપતિના નિવાસસ્થાને તપાસ
મળતી માહિતી મુજબ, EDની ટીમ DCP શાંતનુ બિશ્વાસના બે ઠેકાણાઓ પર તપાસ કરી રહી છે. આ ઉપરાંત, આ જ કેસમાં જાણીતા ઉદ્યોગપતિ જય કામદારના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. કોલસા તસ્કરીની તપાસ દરમિયાન શાંતનુ બિશ્વાસનું નામ ખુલ્યું હતું, જેના આધારે અગાઉ EDએ તેમને પૂછપરછ માટે સમન્સ પણ પાઠવ્યું હતું.
બહાર ઉભા રહેવું પડ્યું: તપાસમાં પડી મુશ્કેલી
ઉદ્યોગપતિ જય કામદારના બેહાલા સ્થિત નિવાસસ્થાને જ્યારે ઈડી ની ટીમ પહોંચી ત્યારે ઘરના ગેટ પર તાળું લટકતું હતું અને અંદર કૂતરો હાજર હોવાથી અધિકારીઓએ અંદાજે 40 મિનિટ સુધી બહાર જ ઉભા રહેવું પડ્યું હતું. ત્યારબાદ દરવાજો ખુલતા તપાસ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી હતી.
ચૂંટણી ટાણે રાજકીય ગરમાવો
બંગાળમાં અત્યારે ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે પોલીસ અધિકારી અને ઉદ્યોગપતિ પર થયેલી આ કાર્યવાહીને લઈને રાજકારણ પણ ગરમાયું છે. કોલસા કૌભાંડમાં અનેક મોટા નેતાઓ અને અધિકારીઓની સંડોવણી હોવાની આશંકા છે, ત્યારે DCPના ઘરે પાડવામાં આવેલા દરોડા આગામી સમયમાં કોઈ મોટા ખુલાસા તરફ ઈશારો કરી રહ્યા છે.
આ પણ વાંચો: દુબઈમાં લગ્ન બન્યા ભારી, EDએ રાખી ચાંપકી નજર, યુટ્યુબર પાસેથી જપ્ત કરાઇ લેમ્બોર્ગિની અને મર્સિડીઝ
આ પણ વાંચો:નકલી’ બેંક ગેરંટી કેસમાં ઈડીએ રિલાયન્સ પાવર, તેની પેટાકંપનીઓ સામે ચાર્જશીટ દાખલ કરી
આ પણ વાંચો:ઈડીની મોટી કાર્યવાહી 15 સ્થળોએ પાડ્યા દરોડા , કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પર સૌથી મોટું ફોકસ
