Indian Tanker Fired in Hormuz: મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં એક ગંભીર ઘટના બની છે. ઈરાની ગનબોટ્સ દ્વારા ભારતીય (India) ધ્વજ ધરાવતા બે ટેન્કરો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક 30 સેકન્ડનો ચોંકાવનારો ઓડિયો સંદેશ સામે આવ્યો છે, જેમાં ભારતીય જહાજનો ક્રૂ મેમ્બર ઈરાની સેનાને ગોળીબાર રોકવા અને પરત ફરવા દેવા વિનંતી કરી રહ્યો છે.
શું છે વાયરલ ઓડિયોમાં?
મરીન ઈન્ટેલિજન્સ ફર્મ ‘ટેન્કર ટ્રેકર’ દ્વારા શેર કરવામાં આવેલા ઓડિયોમાં કાચા તેલના ટેન્કર ‘સનમાર હેરાલ્ડ’ (Sunmar Herald) પર સવાર ક્રૂ મેમ્બરને ઈરાની નૌકાદળ (સેપાહ નેવી) સાથે વાત કરતા સાંભળી શકાય છે. ઓડિયોમાં તે કહે છે:
“સેપાહ નેવી, સેપાહ નેવી. આ મોટર ટેન્કર સનમાર હેરાલ્ડ છે. તમે જ મને આગળ વધવાની મંજૂરી આપી હતી. તમારી લિસ્ટમાં મારું નામ બીજા નંબર પર છે. છતાં તમે અત્યારે ગોળીબાર કરી રહ્યા છો, મહેરબાની કરીને મને પાછા ફરવા દો.”
ઘટનાની વિગતો અને જહાજોની ઓળખ
અહેવાલો મુજબ, ગોળીબારની ઝપેટમાં આવનાર જહાજોમાં ‘સનમાર હેરાલ્ડ’ અને ‘જગ અર્ણવ’ (Jag Arnav) નો સમાવેશ થાય છે. અમેરિકી બ્રોડકાસ્ટર NBC ના રેકોર્ડ મુજબ, જહાજ સામુદ્રધુનીના ગ્રીન એરિયામાં હતું. સદનસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી કે જહાજોને મોટું નુકસાન પહોંચ્યું નથી. આ રૂટ દુનિયાના પાંચમા ભાગના તેલ અને ગેસના પરિવહન માટે અત્યંત મહત્વનો છે.
NEW: Audio from the Indian oil tanker fired on by Iranian Navy in the Strait of Hormuz
“You gave me clearance to go. My name is second on your list. You are firing now. Let me turn back!” pic.twitter.com/C3nouIPzOJ
— Insider Paper (@TheInsiderPaper) April 18, 2026
India સરકારે ઈરાની રાજદૂતને કર્યા તલબ
આ ગંભીર ઘટના બાદ ભારતના વિદેશ મંત્રાલયે તાત્કાલિક પગલાં લેતા ઈરાની રાજદૂતને તેડું મોકલ્યું હતું. વિદેશ સચિવે ભારતીય જહાજો અને નાવિકોની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઈરાનને યાદ અપાવ્યું હતું કે ભૂતકાળમાં ઈરાને ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં મદદ કરી છે, તેથી આવી ઘટનાઓ સ્વીકાર્ય નથી. રાજદૂતે આ સંદેશ ઈરાની સત્તાવાળાઓ સુધી પહોંચાડવાની ખાતરી આપી છે.
વ્યૂહાત્મક મહત્વ
હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલો આ સંઘર્ષ વૈશ્વિક તેલ બજાર માટે ખતરાની ઘંટડી સમાન છે. ભારત (India) તેની જરૂરિયાતનું મોટું પ્રમાણ અહીંથી આયાત કરે છે, તેથી આ જળમાર્ગની સુરક્ષા ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે.
આ પણ વાંચો : ઈરાનની રેડ સી નાકાબંધીની ધમકી વચ્ચે શાંતિ મંત્રણા તેજ, ટ્રમ્પનો ઈઝરાયલ-લેબનોન પર મોટો દાવો
આ પણ વાંચો : કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.
