Bhuj News:રાજસ્થાનના જોધપુરના વેપારીને સસ્તા સોનાના બિસ્કિટની લાલચ આપી ૭૫ લાખની મોટી છેતરપિંડી કરનાર આરોપીઓ સામે LCB પશ્ચિમ કચ્છની અત્યંત ઝડપી તપાસ; 52 લાખ રૂપિયા કબ્જે કરી કોર્ટના આદેશથી ફરિયાદીને પરત આપ્યાછે.ભુજ શહેરમાં સસ્તા સોનાના બિસ્કિટ (Gold Biscuit) આપવાના નામે મોટા પાયે ઠગાઈ કરનાર આરોપીઓ સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છે અત્યંત ઝડપી અને વ્યવસ્થિત કાર્યવાહી કરીને માત્ર 8 દિવસમાં જ રૂ. 52 લાખની રકમ ફરિયાદીને પરત અપાવીને એક અનોખું ઉદાહરણ સર્જ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 52 લાખની રોકડ રકમ કબ્જે કરીને સ્થાનિક કોર્ટના આદેશ મુજબ ફરિયાદીને સીધી પરત આપતા લોકોમાં પોલીસ વિભાગ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ કામગીરીને “તેરા તુજકો અર્પણ”ના સૂત્ર સાથે જોડીને પોલીસે પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.

સસ્તુ સોનુ (Gold Biscuit) આપવાના નામે મોટા પાયે છેતરપિંડી
રાજસ્થાનના જોધપુરના વેપારી હિરાલાલ હપારામ ચૌધરીએ 9 એપ્રિલ 2026ના રોજ ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ભુજના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા બે આરોપીઓએ ખોટા નામો અને ઓળખ ધારણ કરીને હિરાલાલને વિશ્વાસમાં લીધા હતા.
આરોપીઓએ સોનાના બિસ્કિટ (Gold Biscuit) બજાર ભાવ કરતાં ઘણા ઓછા ભાવે આપવાની લાલચ આપી હતી. અલગ-अલગ સમયે મળીને તેઓએ કુલ રૂ. 75 લાખની રકમ લીધી હતી. તેમાંથી માત્ર રૂ. 14 લાખના બે સોનાના બિસ્કિટ જ (Gold Biscuit) આપ્યા હતા અને બાકીની રકમ માટે વારંવાર “આગળ સોનુ આપીશું” કહીને ટાળટૂલ કરતા રહ્યા હતા. જ્યારે લાંબા સમય સુધી કોઈ સોનું કે પૈસા પરત ન મળતા, ત્યારે હિરાલાલે પોલીસનો સહારો લીધો હતો.
ફરિયાદ નોંધાયા બાદ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસની જવાબદારી લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠીની આગેવાની હેઠળની ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ટ્રેસ કરી લીધા અને તેમની પાસેથી રૂ. 52 લાખની રોકડ રકમ કબ્જે કરી લીધી. ત્યારબાદ કોર્ટના આદેશ મુજબ આ સંપૂર્ણ રકમ ફરિયાદી હિરાલાલ હપારામ ચૌધરીને પરત આપવામાં આવી.આ સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થઈ હતી.
આ પણ વાંચો:ભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટના જાળમાં ફસાવીને રૂ. 83.44 લાખની ઠગાઈ
આ પણ વાંચો:ભુજની હોટલમાંથી કાશ્મીરી યુવાનોની અટક કરાઈ
આ પણ વાંચો:ભુજમાં મીઠાઈના વેપારીને ભેળસેળના આરોપમાં 6 મહિનાની જેલ અને 1લાખનો દંડ
