Surat News: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ગોલ્ડન સિટી રો હાઉસમાં ઈ-વ્હિકલમાં અચાનક બ્લાસ્ટ થયા (Surat EV Blast) બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે નજીકમાં પાર્ક કરેલા અન્ય વાહનોને પણ ઝપેટમાં લીધાં હતાં. આ ઘટનામાં 4 કાર અને 3 બાઈક સહિત કુલ 7 વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.
Surat EV Blast: ઈ-વ્હિકલમાં બ્લાસ્ટ બાદ આગ ફેલાઈ
મળતી માહિતી મુજબ, ગોલ્ડન સિટી રો હાઉસના પાર્કિંગમાં એક ઈ-વ્હિકલમાં અચાનક ધડાકો થયો હતો. ત્યારબાદ વાહનમાં આગ (Surat Fire News) લાગી હતી. આગ ઝડપથી ફેલાતાં પાર્કિંગમાં ઊભેલી અન્ય કાર અને બાઈક પણ તેની ઝપેટમાં આવી ગયાં હતાં.
ધડાકા અને આગને કારણે આસપાસના રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા ઊઠતાં વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી.
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી (Surat Fire Brigade) હતી. ફાયર બ્રિગેડના જવાનોએ લાંબા પ્રયાસો બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં 4 કાર અને 3 બાઈકને નુકસાન થયું હતું અને વાહનો બળીને ખાખ થઈ (7 Vehicles Burnt) ગયાં હતાં.
આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસનો વિષય
આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. ઈ-વ્હિકલમાં બ્લાસ્ટ કયા કારણોસર થયો અને આગ કેવી રીતે ફેલાઈ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું સાચું કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.
આ પણ વાંચો: સુરતની મિલમાં બોઇલર બ્લાસ્ટ ,ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા
આ પણ વાંચો: ગાંધીનગરના છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટ, 4 કામદારોનાં મોત
આ પણ વાંચો: દિલ્હી-ચેન્નઈ ફ્લાઇટમાં પાવરબેંકમાં બ્લાસ્ટ, બેગમાં આગ લાગતાં મુસાફરોમાં અફરાતફરી
