ગાંધીનગર,
કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા કુંવરજી બાવળિયા પોતાના મત વિસ્તારમાં તે બળવાન હોવાનો દાવો કરી રહ્યા છે. પાણી પરુવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે કોંગ્રેસના કોળી ધારાસભ્યો કેટલાક આગેવાનોની એક બેઠક યોજી હતી અને આ બેઠક બાદ બાવળિયાએ જણાવ્યું હતું કે કોળી સંગઠન આજે પણ મારુ જ છે અને રહેશે તેમાં કોઇ શક નથી.
આવતા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી આગળ વધીશું અને પરેશ ધાનાણીના મત વિસ્તારમાં પોતાનું અને કોળી સમાજ કેટલુ બળવાન છે તે અંગે પત્રકારો સમક્ષ દાવો કર્યો હતો કે જો તે એક ફૂંક મારે તો અમરેલી માંથી કોંગ્રેસના સૂપડા સાફ થઈ જાય.
ઉપરાંત આજે મળેલી બેઠકમાં હાજર રહેલા કેટલાક કોળી આગેવાનોને પોતે જ આ મિટિંગમાં શુ ચાલી રહ્યું છે એ જાણવા મોકલ્યા હોવાનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે તે તમામ લોકો મારા સમર્થનમાં છે, હું સમાજ ને મારા કામથી સમર્પિત રહ્યો છું અને એ તમામ લોકો વ્યક્તિગત રીતે મારી સાથે જોડાયેલા જ છે.
મારા સમાજના લોકો સોમાભાઈ અને પુંજાભાઈ વંશ ને સારી રીતે ઓળખે છે, અત્યારે એમને સમાજ યાદ આવ્યો છે,??? ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ મને જે મહત્વની જવાબદારી સોંપી છે તેને હું આગળ વધારી અને મારા મત વિસ્તાર નંદનવન બનાવીશ તેમ જણાવ્યું હતું.
