- 28 ફેબ્રુઆરી 2022માં નવા ક્વાર્ટર્સનું થશે ભૂમિપૂજન
- 9 માળના 12 ટાવર બનાવાશે
- સેક્ટર 17માં 140 કરોડના ખર્ચે બનશે નિવાસ સ્થાન
- 28 હજાર ચોરસ મીટરમાં બનશે નવા નિવાસ સ્થાન
- એક આવાસમાં 4 બેડરૂમની સહિત રૂમની સુવિદા
- બે ગાર્ડન, એડિટોરિયમ, હેલ્થ ક્લબની સુવિધા હશે
- કેન્ટીન, વોકિંગ ટ્રેક, પ્લેગ્રાઉન્ડની સુવિધા હશે
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ધારાસભ્યો માટે આધુનિક નિવાસ સ્થાન બનાવવામાં આવશે. જેનું આગામી વર્ષે 28 ફેબ્રુઆરી 2022ના રોજ ભૂમિપૂજન કરવામાં આવશે. ધારાસભ્યો માટે સેક્ટર 17માં 9 માલના 12 ટાવર બનાવવામાં આવશે
મળતી માહિતી અનુસાર દરેક ધારાસભ માટે 4 બેડરૂમનો ફલેટ ફાળવવામાં આવશે. 216 ચોરસ બિલ્ડપ એરિયામાં એક કવાર્ટસ તૈયાર થશે. એક આવાસમાં 4 બેડરૂમ, રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ અને ડ્રાઈવર રૂમની સુવિધા પણ હશે. આ સાથે જ બે ગાર્ડન, ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, વોકિંગ ટ્રેક અને પ્લેગ્રાઉન્ડની પણ સુવિધા મળશે.

પ્રાથમિક અંદાજ અનુસર આશરે 140 કરોડના ખર્ચે સેક્ટર-17 ખાતે 28 હજાર ચોરસ મીટરમાં ધારાસભ્ય નિવાસ તૈયાર કરાશે. નવા તૈયાર થઇ રહેલા સદસ્ય નિવાસમાં સુંદર એમિનિટિઝ પણ ઉભી કરવામાં આવશે. જેમા બે લેન્ડ સ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવાશે. તે ઉપરાંત દરેક બિલ્ડીંગમાં બે લિફ્ટની સુવિધા હશે. તે ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર ગેઇટ હશે.
હિન્દુ ધર્મ / લગ્નમાં કન્યાની માંગમાં સિંદૂર લગાવતી વખતે પંડિત આ મંત્રનો પાઠ કરે છે, જાણો તેનો ચોંકાવનારો અર્થ
Astrology / આ 5 રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે
હિન્દુ ધર્મ / વર્ષનું છેલ્લુ લગ્ન મુહૂર્ત 13 ડિસેમ્બરે, ત્યારબાદ આગામી જાન્યુઆરી 2022માં મળશે શુભ મુહૂર્ત
