Gujarat News/ સમગ્ર ગુજરાતને વિદાય પહેલા ભીંજવશે વરસાદ, તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

17 સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા

Gujarat

Gujarat News : હાલમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા વિદાય લેતા પહેલા હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં 21 થી વધુ જિલ્લામાં આગામી 17 સપ્ટેમ્બર સુધી અને 18-19 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે મંગળવારે (16 સપ્ટેમ્બર) ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

17 સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં 15 થી 17 સપ્ટેમ્બર સુધી પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લામાં18-19 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ઉપરાંત આ સમયગાળામાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  Surat News/સુરત મ્યુ.ના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું મોત

આ પણ વાંચોઃ  Surat News/સુરતમાં બાળકી પર ચડી સ્કૂલવાન, થયો ચમત્કારિક બચાવ

આ પણ વાંચોઃ Surat News/નેપાળની પરિસ્થિતિએ મુશ્કેલી સર્જી, સુરતના વેપારીઓના રૂ 100 કરોડથી વધુના પેમેન્ટ ફસાયા