Gujarat News/ ગુજરાતમાં 14 સપ્ટેમ્બરથી ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ

હવામાન વિભાગે રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે

Gujarat

Gujarat News : ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં ભારે વરસાદ બાદ બે દિવસથી વરસાદમાં થોડી રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. 14થી 16 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો  alert જાહેર કર્યું છે. 14 સપ્ટેમ્બર સુધી, રાજ્યમાં ક્યાંક છૂટો છવાયેલો ધીમો વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના તમામ જિલ્લામાં આવતા ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે.14 સપ્ટેમ્બરઃ શનિવારે તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત સહિત દમણ, દાદારા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.

15 સપ્ટેમ્બરઃ રવિવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બરઃ સોમવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન થશે

આ પણ વાંચો:ઈઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભામાં CAG રિપોર્ટ 2023-24, રાજ્યની નાણાકીય સ્થિતિનું સાચું ચિત્ર