Gujarat/ BTP કાર્યકરો ભાજપમાં જોડાયા, સોશિયલ ડિસ્ટન્સનાં ઉડાવ્યા ધજાગરા

ઝઘડીયા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોનાં હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ક‍ાર્યકરો બી.જે.પી માં જોડાયા છે. ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકામાં આજે ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં ભાજપામાં જોડાઈ કેસરીયો ખેસ ધારણ કર્યો છે…. 

Gujarat Others

@પ્રકાશ ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ – ઝઘડીયા

ઝઘડીયા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોનાં હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ક‍ાર્યકરો બી.જે.પી માં જોડાયા છે. ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકામાં આજે ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં ભાજપામાં જોડાઈ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ઝઘડીયા તાલુકા પંચાયતનાં પ્રમુખ રીતેશ વસાવા અને ઉપ પ્રમુખ પ્રકાશ દેસાઇ સહિત 35 જેટલી ગ્રામ પંચાયતોનાં વિવિધ હોદ્દેદારો કાર્યકરોનાં ભાજપા સાથેનાં જોડાણથી તાલુકામાં નવો વળાંક આવ્યો હતો. નવા રાજકીય સમીકરણો રચાશે એવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળ્યુ હતુ.

 

ઝઘડીયાની એપીએમસી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ભરુચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરુચનાં સાંસદ મનસુખભાઇ વસાવા, રાજયસભાનાં માજી સભ્ય ભારતસિંહ પરમાર, ઝઘડીયા ભાજપા પ્રમુખ ધરમેન્દ્રસિંહ માટીએડા તેમજ જિલ્લા તાલુકાનાં ઉપસ્થિત હોદ્દેદારોએ પાર્ટીમાં નવા જોડાનાર બીટીપી કાર્યકરોને આવકાર્યા હતા. મનસુખભાઇ વસાવા તેમજ ભારતસિંહ પરમારે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પોતાનું યોગદાન આપવા ભાજપામાં જોડાયેલા કાર્યકરોને વિશ્વાસ અપાવ્યો હતો કે પાર્ટીનું હંમેશ માટે તેમને પીઠબળ રહેશે.આ કાર્યકરો ભાજપા માં જોડાવાથી આગામી ચુંટણીઓમાં ઝઘડીયા નેત્રંગ વાલિયાની તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયતમાં હવે ભાજપા વિજયી થઇને સુકાન સંભાળશે એવો વિશ્વાસ અને લાગણી વ્યક્ત કરી હતી.સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યુ કે ભાજપા કોઇપણ વિરોધી પક્ષનો વિરોધી નથી,પરંતુ કેન્દ્રમાં અને ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં આજે ભાજપાની સરકાર છે ત્યારે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ પક્ષનું સુકાન હોયતો વિકાસના કામો માટે તેમનો સાથ ખુબ મહત્વનો બની રહે.ત્યારે પાર્ટીમાં ખુબ મોટી સંખ્યામાં આજે ક‍ાર્યકરો જોડાયા છે તે બાબતે આત્મીય લાગણી ઉચ્ચારીને તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ભાજપા માં જોડાતા નવા સભ્યોને ખેશ પહેરાવીને પાર્ટીમાં આવકાર આપવામાં આવ્યો.

ઉપસ્થિત નેતાઓ તેમજ ભાજપા હોદ્દેદારોએ પાર્ટીમાં જોડાયેલા નવા કાર્યકરોને આવકારીને તેમના દ્વારા પક્ષમાં મુકાયેલા વિશ્વાસ બદલ આભાર માન્યો હતો.અને તેમના આગમનથી ભરૂચ જિલ્લાની આ આદિવાસી પટ્ટીના સર્વાંગી વિકાસ માટે પાર્ટીને નવુ જોમ મળ્યુ છે એવી લાગણી વ્યક્ત કરી હતી.

Gujarat / પ્રજાસત્તાક દિવસનાં કાર્યક્રમને લઇને સામાન્ય વહીવટ વિભાગે બહ…

જાહેરાત / CM રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ખેડવાણ જમીનમાં વધારો કર…

Vaccination: ડીસામાં 60 તબીબોએ કોરોના વિરોધી રસી લીધી, જાણો ડોક્ટરે શું ક…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો