મહિલા વિરોધી અપરાધોમાં ગુજરાતમાં દિવસે અને દિવસે વધારો જોવામાં આવી રહ્યો છે. ગુજરાત કે જ્યાં કોઇ પણ સ્થળ પર મહિલા રાત્રે પણ એકલી હરીફરી શકતી હતી, તે ગુજરાતમાં આજકાલ મહિલા વિરુદ્ધનાં ગુનાહનું પ્રમાણ અત્યંત વધેલું જોવામાં આવી રહ્યું છે. એક તરફ રાજ્ય સહિત દેશભરમાં મહિલા સશક્તિ કરણ અને મહિલા ઉથ્થાનની વાતો અને કાર્યક્રમોને જોર આપવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત જેવા સુરક્ષીત અને સૌમ્ય-સમજદાર ગણાતા રાજ્યમાં રોજબરોજ મહિલા અત્યાચાર અને તેમા પણ રેપ જેવી ઘટનાઓ સૌથી વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં નોંધવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને ધ્રૃણાનો વિષય બન્યો છે.
દેવોની ભૂમી કહેવાતી અને તેમા પણ ભગવાન કૃષ્ણની ઘરાનાં વિસ્તાર એટલે કે, દેવભૂમિ દ્વારકાનાં જામખંભાળિયામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ અને તે પણ માત્ર 15 વર્ષિય સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ અને ઉચ્ચાટ જોવામાં આવી રહ્યો છે.
અનેક કિસ્સાઓ પૂર્વે પણ સામે આવ્યા છે તેવા જ આ કિસ્સામાં પણ લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હોવાનું અને સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનુ સામે આવી રહ્યું છે. આ ધ્રૃણાસ્પદ કામને અંજામ આપનાર વિરૂગીરી ગોસ્વામી નામના યુવકે 15 વર્ષિય સગીરાને બહેલાવી ફોસલાવી અપહરણ કરી અને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે. આરોપી વિરૂધ્ધ પોક્સો સહિતની કલમો મુજબ પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
