Bharuch News:ભરૂચના (Bharuch) જંબુસરમાં મોટા પાયે ડિમોલિશનનું (Demolition) કામ ચાલી રહ્યું છે. જંબુસર બાયપાસથી લઈને કંથારિયા સુધી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા છે. ડિમોલિશનની કાર્યવાહી અંગે વેપારીઓમાં રોષ છે. ડિમોલિશનની કાર્યવાહી માટે બે દિવસની ટૂંકી નોટિસ આપવામાં આવી હતી અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અધિકારીઓ ટ્રાફિકને અવરોધતા દબાણ દૂર કરી રહ્યા છે.
જંબુસર બાયપાસથી કંથારિયા સુધીના રસ્તા પર દબાણ ઘટાડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. કંથારિયા ગામ નજીક મુખ્ય માર્ગ પર કરવામાં આવેલા અનધિકૃત બાંધકામ પર અધિકારીઓને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ઓછી કરવા માટે અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
SDM મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી, R&B, બૌડા વિભાગની ટીમ ડિમોલિશનમાં જોડાઈ હતી. ડિમોલિશન દરમિયાન કોઈ અકસ્માત ન થાય તે માટે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થતો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આ રસ્તો રાજ્ય ધોરીમાર્ગ અને દાંડી રોડ હોવાથી, આ રસ્તા પર ખૂબ ટ્રાફિક રહે છે. આ રસ્તા પર વિલાયત અને સાયખા GIDC જતા વાહનોની ખૂબ અવરજવર રહે છે. વહીવટીતંત્રે બે દિવસ પહેલા નોટિસ આપી હતી અને સોમવારે થયેલા ડિમોલિશનથી દુકાનદારો ગુસ્સે છે.
આ પણ વાંચો:ઈઝરાયલમાં ફસાયેલી અભિનેત્રી ‘નુસરત ભરુચા’ને લઈને આવ્યું મોટું અપડેટ
