Morbi News/ ખોટો કેસ નહી કરવા 1 લાખની લાંચ લેતા એક શખ્સની ધરપકડ, મોરબીના માળિયામિયાણા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ફરાર

કોન્સ્ટેબલ વતી લાંચ લેવા આવેલો શખ્સ ગુલામરસુલ જામ ACBની જાળમાં ફસાઈ ગયો હતો

Gujarat

Morbi News : ખોટો કેસ નહી કરવાના બદલામાં એક લાખની લાંચ લેવાના કેસમાં મોરબીના માળિયામિયાણા પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ રાયમલ એન.સીયાળ ફરાર થઈ ગયો હતો. જોકે કોન્સ્ટેબલ વતી લાંચ લેવા આવેલો શખ્સ ગુલામરસુલ જામ ACBની જાળમાં ફસાઈ ગયો હતો.

આ કેસની વિગત મુજબ ફરીયાદી ઉપર ખોટા કેસ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા આરોપી પોલીસ કોન્સ્ચેબલ રાયમલ સિયાળે ફરીયાદી પાસે રૂા.૧,૦૦,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ રકમ તેણે આરોપી ગુલામરસુલ એચ.જામ(પ્રજાજન)નેઆપી દેવાનું જણાવેલ.

જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ સુરેન્દ્રનગર એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. જેમાં ACBએ હળવદ માળિયા હાઈવે પર ભીમસર ચોકડી નજીક ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી ગુલામરસુલે કોન્સ્ટેબલ વતી ગેરકાયદેસર લાંચના નાણાં રૂ.1,00,000 સ્વીકારી બંન્ને આરોપીઓએ ગુન્હો આચરવામાં એકબીજાને મદદગારી કરી હતી. જેમાં ગુલામરસુંલ સ્થલ પર પકડાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી

આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો

આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન