Gir Somnath News/ ગીર સોમનાથમાં કોંગ્રેસનાં ધારાસભ્યે પોલીસ વડાને લખ્યો પત્ર, દૂષણો અટકાવવા કરી માગ

જેમાં દારૂ, ક્રિકેટ સટ્ટા, જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાનો ઉલ્લેખ કર્યો છે.

Top Stories Gujarat

Gir Somnath News: ગીર સોમનાથ (Gir Somnath)માં કોંગ્રેસનાં ધારાસભ્યે જીલ્લાના પોલીસ વડાને સમગ્ર જીલ્લામાં તેમજ ધાર્મિક સ્થળ પર અસમાજીક પ્રવૃતિઓ જેવા દૂષણો થઈ રહી હોવાથી તાત્કાલિક દૂષણો બંધ કરાવે તેવી પત્ર લખી માગ કરી છે.

ગીર સોમનાથમાં વિશ્વનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર આવેલ છે. ધાર્મિક સ્થળ પર દારૂ, ક્રિકેટના સટ્ટા, જુગાર જેવા અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેથી કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી તાત્કાલિક દૂષણ બંધ કરાવે તેવી માગ કરી છે. વેરાવળ-પાટણના ભિડિયામાં ચાલતા દૂષણો પર પત્ર લખ્યો છે. જેમાં દારૂ, ક્રિકેટ સટ્ટા, જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાનો ઉલ્લેખ કર્યો છે.

વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથમાં આવ્યું છે. સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે. સોમનાથમાં આ પ્રકારના દૂષણને ન ચલાવવા અંગે રજુઆત કરી છે. સ્થાનિક પોલીસની રહેમ નજરથી અડ્ડાઓ ચાલતાનો આક્ષેપ કરાયો છે. જિલ્લા પોલીસ વડા તાત્કાલિક દૂષણ બંધ કરાવે તેવી માગ કરી છે, આગામી દિવસોમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન નહીં જાય, ગૃહમંત્રી અમિત શાહે જલશક્તિ મંત્રી સાથે બેઠક યોજી

આ પણ વાંચો:NIA ટીમ પહલગામ પહોંચી, ગૃહમંત્રી અમિત શાહે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

આ પણ વાંચો:અમદાવાદમાં થશે મીની કુંભ જેવો અહેસાસ, ગૃહમંત્રી અમિત શાહ કરશે આવતીકાલે ઉદ્ઘાટન