Gandhinagar News/ ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

ઉપરાંત અમિત શાહ મહાનગરપાલિકા અને ટપાલ વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર માહિતી મુજબ અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ, નવનિર્મિત સેક્ટર 21 અને 22ને જોડતા અંડરબ્રિજ, પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોલવડા તળાવનું લોકાર્પણ કરશે. ઉપરાંત અમિત શાહ મહાનગરપાલિકા અને ટપાલ વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ રવિવારે અમદાવાદ અને મહેસાણાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાના મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મહેસાણામાં એસ. સી અને શેઠ ડી એમ સાર્વજનિક ટ્રસ્ટ, ગોઝારિયા સંચાલિત કે. કે. પટેલ અને મધુબેન કે. પટેલ નર્સિંગ મહાવિદ્યાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત અમિત શાહ મહેસાણામાં ઓડિસ્સાની ફાલ્કન ગૃપ ઑફ કંપની દ્વારા શરૂ કરાયેલા ‘રેડી ટૂ કૂક ફ્રૉઝન પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટ’નું લોકાર્પણ કરશે.

ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પલ્લવ ઑવરબ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ઉપરાંત ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત K.V.I.C. દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની પ્રથમ મુલાકાત હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન નહીં જાય, ગૃહમંત્રી અમિત શાહે જલશક્તિ મંત્રી સાથે બેઠક યોજી

આ પણ વાંચો:NIA ટીમ પહલગામ પહોંચી, ગૃહમંત્રી અમિત શાહે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

આ પણ વાંચો:અમદાવાદમાં થશે મીની કુંભ જેવો અહેસાસ, ગૃહમંત્રી અમિત શાહ કરશે આવતીકાલે ઉદ્ઘાટન