Vadodara Bribery Case: વડોદરામાં લેબર લાયસન્સ આપવાની કાર્યવાહી માટે રૂ.70 હજારની લાંચ માગવાના કેસમાં નાયબ શ્રમ આયુક્તની કચેરીના બે અધિકારીઓ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) (Vadodara ACB)ના છટકામાં ઝડપાયા છે. સુરત ACBની ટીમે 14 ઓક્ટોબર, 2026ના રોજ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન લાંચની રકમ સ્વીકારનાર અધિકારીને સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્ય અધિકારીને પણ પકડી લેવામાં આવ્યો હતો.
Vadodara ACB: લેબર લાયસન્સ માટે રૂ.70 હજારની માગણી
પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરાના ભુતડીઝાંપા વિસ્તારમાં આવેલા શ્રમયોગી કલ્યાણ ભવનમાં નાયબ શ્રમ આયુક્તની કચેરી આવેલી છે. અહીં લેબર લાયસન્સ મેળવવા માટે એક અરજદારે અરજી કરી હતી.
આ અરજીના અનુસંધાને લાયસન્સ આપવાની કાર્યવાહી કરવા માટે આસિસ્ટન્ટ લેબર કમિશનર વર્ગ-1 દીપક અંબાલાલ ચૌહાણે રૂ.70,000ની લાંચ (Bribery Case) માગી હોવાનો આક્ષેપ છે. અરજદાર લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
સુરત ACBએ ગોઠવ્યું લાંચનું છટકું
ફરિયાદના આધારે સુરત ACBએ 14 ઓક્ટોબર, 2026ના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન દીપક ચૌહાણના કહેવાથી મદદનીશ સરકારી શ્રમ અધિકારી વર્ગ-3 રણજીતસિંહ નટવરસિંહ જાદવે રૂ.70,000ની રકમ સ્વીકારી (Labour Licence Bribe) હોવાની વિગતો સામે આવી છે.
લાંચની રકમ સ્વીકારતાની સાથે જ ACBની ટીમે રણજીતસિંહ જાદવને સ્થળ પર ઝડપી લીધા હતા. કાર્યવાહી દરમિયાન લાંચ (Bribery News)ની સંપૂર્ણ રૂ.70,000ની રકમ પણ કબજે કરવામાં આવી હતી.
લાંચની રકમ સ્વીકારનાર અધિકારી બાદ બીજાની પણ ધરપકડ
ACBની કાર્યવાહી દરમિયાન રણજીતસિંહ જાદવે લાંચની રકમ મળી ગઈ હોવાની જાણ દીપક ચૌહાણને કરી હતી. ત્યારબાદ ACBની ટીમે દીપક ચૌહાણને પણ ઝડપી લીધા હતા.
લેબર લાયસન્સની પ્રક્રિયા માટે લાંચ માગવાના આ કેસમાં બંને અધિકારીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ‘પોલીસને લાંચ આપવા ભીખ આપો’, પોસ્ટર લઈને રસ્તા પર ઉતરી માતા-દીકરો
આ પણ વાંચો: ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ-ઉપસરપંચ સસ્પેન્ડ, ₹3 લાખની લાંચ કેસમાં DDOની કાર્યવાહી
આ પણ વાંચો: વડોદરાના શિનોર તાલુકા પંચાયતમાં 25 હજારની લાંચ લેતા મહિલા એન્જિનિયરના મિત્રની ધરપકડ
