Navratri 2026/ શાથી પડ્યું માતા પાર્વતીનું નામ સ્કંદમાતા? દેવતાઓના સંકટમોચક બન્યા ભગવાન કાર્તિકેય…કર્યો તારકાસુરનો વધ!

મા સ્કંદમાતાની કથા (Maa Skandmata Katha) જોડાયેલી છે શક્તિશાળી અસુર તારકાસુરના અત્યાચાર, દેવતાઓની પીડા અને ભગવાન કાર્તિકેયના પરાક્રમ સાથે!

Trending Religious Rashifal Dharma & Bhakti
Maa Skandmata Katha...નવરાત્રિના 5મા દિવસે આ Amazing પાવન કથા વિશે જાણો અને પુણ્યલાભ મેળવો!

Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસે મા દુર્ગાના પંચમ સ્વરુપ દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. દેવીનું આ સ્વરુપ ભગવાન કાર્તિકેયની માતા હોવાને કારણે પ્રસિદ્ધ છે. મા સ્કંદમાતાની કથા (Maa Skandmata Katha) જોડાયેલી છે શક્તિશાળી અસુર તારકાસુરના અત્યાચાર, દેવતાઓની પીડા અને ભગવાન કાર્તિકેયના પરાક્રમ સાથે! તો જાણીએ મા સ્કંદમાતાની પૌરાણીક કથા વિશે…

મા સ્કંદમાતાની કથા -તારકાસુરે માંગ્યુ અનોખુ વરદાન
મા સ્કંદમાતાની કથા -તારકાસુરે માંગ્યુ અનોખુ વરદાન

મા સ્કંદમાતાની કથા -તારકાસુરે માંગ્યુ અનોખુ વરદાન (Maa Skandmata Katha)

પૌરાણિક કથા અનુસાર, પ્રાચીન કાળમાં તારકાસુર (Tarkasur) નામનો એક શક્તિશાળી અસુર રહેતો હતોય એ વધારેમાં વધારે શક્તિઓ પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો. આથી એણે બ્રહ્માજી (Lord Brahma)ને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી. એની તપસ્યાથી પ્રસન્ન થઇને બ્રહ્માજી એની સમક્ષ પ્રગટ થયા અને એને વરદાન માગવાનું કહ્યું. ત્યારે તારકાસુરે એવું વરદાન માગ્યું કે, એનો વધ કેવળ અને કેવળ ભગવાન શિવના પુત્રના હાથે જ થઇ શકે!

તારકાસુરને વિશ્વાસ હતો કે ભગવાન શિવ તો તપસ્યામાં લીન રહે છે અને એમના લગ્ન થવાની અને પુત્ર જન્મની સંભાવના ઘણી જ ઓછી છે. આ જ વિચારધારાને કારણે એ પોતાને અમર સમજવા લાગ્યો, વરદાન મળ્યા બાદ એનો અહંકાર વધી ગયો અને એણે દેવો અને ઋષિ-મુનિઓને હેરાન-પરેશાન કરવાનું શરુ કરી દીધું!

Maa Skandmata Katha-Birth of Kartikeya
Maa Skandmata Katha-Birth of Kartikeya

તારકાસુરના અત્યાચાર સતત વધવા લાગ્યા. દેવો એના આતંકથી ત્રાસી ગયા અને એને રોકવાનો કોઈ જ ઉપાય એમને સૂઝી રહ્યો ન હતો. કારણ કે બ્રહ્માજીના વરદાન અનુસાર, એનો અંત ફ્કત ભગવાન શિવના પુત્રના હાથે જ થવો સંભવ હતો. આ સંજોગોમાં દેવતાઓએ ભગવાન શિવ અને મા પાર્વતીને સહાયતા કરવાની પ્રાર્થના કરી. આ પ્રાર્થના બાદ શિવ-પાર્વતી (Shiv-Parvati)ના મિલનથી કાર્તિકેયનો જન્મ થયો. કાર્તિકેયને સ્કંદ (Kartikeya, Skand) નામથી પણ જાણવામાં આવે છે. મા પાર્વતીએ પોતાના પુત્રનું પાલન-પોષમ કર્યુ અને એને સાહસ, શક્તિ તથા યુદ્ધ કૌશલથી સજ્જ બનાવ્યો.

Ma Skandmata Katha-Kartikeya
Ma Skandmata Katha-Kartikeya

સ્કંદ બન્યા દેવોના સેનાપતિ

સમય જતાં ભગવાન કાર્તિકેય અર્થાત્ સ્કંદ યુદ્ધ કૌશલમાં દક્ષ થઈ ગયા. તારકાસુરનો સામનો કરવા માટે એમને દેવસેનાનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. ભગવાન કાર્તિકેયે દેવસેના સહિત અસુર સામે યુદ્ધ કર્યુ. આ યુદ્ધ દેવો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણ કે, તારકાસુરના આતંકથી મુક્તિ મેળવવાનો આ એકમાત્ર રસ્તો હતો. યુદ્ધના અંતે ભગવાન કાર્તિકેયે તારકાસુરનો વધ કરી દીધો. આ રીતે દેવતાઓને તારકાસુરના અત્યાચારોથી મુક્તિ મળી અને ત્રણેય લોકોમાં શાંતિ સ્થાપિત થવાનો માર્ગ પ્રશસ્ત થયો.

Ma Skandmata Katha-Kartikeya and Tarkasur War
Ma Skandmata Katha-Kartikeya and Tarkasur War

આ રીતે બન્યા સ્કંદમાતા

સ્કંદ અર્થાત્ કાર્તિકેયની માતા હોવાને કારણે મા પાર્વતી (Mata Parvati) ને સ્કંદમાતા કહેવામાં આવે છે. દેવીના આ સ્વરુપમાં એ પોતાના પુત્રને ખોળામાં બેસાડતી નજરે ચડે છે. આ રુપ મમતા અને શક્તિના સંગમનું પ્રતીક માનવામાં આવે છે.

મા સ્કંદમાતાનો મંત્ર

નવરાત્રિના પાંચમા દિવસે (5th Day of Navratri) મા સ્કંદમાતાની પૂજા કરતી વખતે ભક્તો સુખ, શાંતિ, સાહસ અને પરિવારની પ્રસન્નતાની કામના કરે છે. આ દિવસે દેવીના આ મંત્ર જાપનો 11 વાર જાપ કરવો શુભ ગણાય છે.

સિંહાસનગતા નિત્યં પદ્માશ્ચિત કરદ્વયા |
શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ||

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે?

આ પણ વાંચો:

આ પણ વાંચો: 18 કે 19 ઑક્ટોબર….ક્યારે છે મહાઅષ્ટમી? જાણીએ પંચાંગ અનુસાર સાચી તારીખ વિશે…