Navratri 2026/ આજે નવરાત્રિનો ચોથો દિવસ…મા કૂષ્માંડાને આ પ્રસાદ ધરાવવો, જાણો સાંજનું પૂજા મુહૂર્ત…

ધાર્મિક માન્યતાનુસાર, Ma Kushmanda એ પોતાના મધુર સ્મિતથી સંપૂર્ણ સંસારની રચના કરી હતી જેને બ્રહ્માંડ કહે છે. દેવીમાને સફેદ કોળાનો બલી

Trending Religious Dharma & Bhakti
Ma Kushmanda... Amazing દેવીમાની કરો પૂજા...નવરાત્રિ 2026ના ચોથા દિવસે...Auspicious ફળ મળશે!

Navratri 2026: શારદીય નવરાત્રિનો આજે ચોથો દિવસ (4th day of Shardiya Navratri 2026) છે. આ દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરુપ દેવી કૂષ્માંડા (Ma Kushmanda)ની પૂજા કરવામાં આવે છે. માતા કૂષ્માંડાની ઉપાસના કરવાથી ભક્તોના તમામ સંકટો દૂર થઈ જાય છે. મનોવાંચ્છિત ફળોની પ્રાપ્તિ થાય છે.

ધાર્મિક માન્યતાનુસાર, દેવી કૂષ્માંડાએ પોતાના મધુર સ્મિતથી સંપૂર્ણ સંસારની રચના કરી હતી જેને બ્રહ્માંડ (Universe) કહે છે. દેવીમાને સફેદ કોળાનો બલી અત્યંત પ્રિય છે જેથી એમને કૂષ્માંડા નામથી ઓળખવામાં આવે છે. બ્રહ્માંડ અને કૂષ્માંડથી સંબંધિત હોવાને કારણે દેવીનું આ સ્વરુપ માતા કૂષ્માંડા તરીકે લોકપ્રિય છે. તો ચાલો જાણીએ કે નવરાત્રિના ચોથા દિવસે માતાજીને કઈ-કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઇએ?

નવરાત્રિના ચોથા દિવસે માતા કૂષ્માંડાને શું ધરાવવું? (Navratri 4th day Prasad to Ma Kushmanda)

1. માતા દુર્ગાના ચોથા સ્વરુપ દેવી કૂષ્માંડાને માલપુઆ (Malpua) અત્યંત પ્રિય છે. તેથી માતાજીને માલપુઆનો પ્રસાદ અવશ્ય ધરાવવો.

2. દેવી કૂષ્માંડાને કોળાથી બનેલી મીઠાઈ, પેઠા (Pumpkin Sweet or Petha) કે તાજા ફળનો પ્રસાદ પણ ધરાવી શકો છો.

3. નવરાત્રિના ચોથા દિવસે માતાજીને લાલ રંગના ફૂલ ગુલાબ કે જાસૂદ (Rose or Hibiscus) અર્પણ કરવા.

4. આજે દેવીમાને પતાસાનો પ્રસાદ પણ ધરાવી શકો છો. જો કેસરયુક્ત પેઠા હોય તો એ પણ પ્રસાદના રુપે અર્પણ કરવા.

મા કૂષ્માંડાની નારંગી અથવા નીલા રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવી
મા કૂષ્માંડાની નારંગી અથવા નીલા રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવી

નવરાત્રિના ચોથા દિવસે આ વાતોનું ધ્યાન રાખવું

1. નોરતાના ચોથા દિવસે નારંગી અથવા નીલા રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવી.

2. મા કૂષ્માંડાનો પ્રસાદ બનાવતી વખતે સ્વચ્છતા અને સાત્વિકતાનું પૂર્ણ ધ્યાન રાખવું.

3. પ્રસાદ બનાવતી વખતે તામસિક વસ્તુઓથી દૂર રહેવું.

4. માતાજીની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો. માતા દુર્ગાની પૂજામાં તુલસી (Tulsi) વર્જીત માનવામાં આવે છે.

5. દેવી કૂષ્માંડાને જે પણ પ્રસાદ ધરાવો એ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી અર્પણ કરવો.

Ma Kushmanda
Ma Kushmanda

નવરાત્રિના ચોથા દિવસે પૂજા મુહૂર્ત (Ma Kushmanda Puja Mahurat)

આજે દુર્ગા માતાની પૂજા માટે ગોધૂલિ મુહૂર્તનો પ્રારંભ સાંજે 05:53 કલાકે થશે. ગોધૂલિ મુહૂર્તનું સમાપન સાંજે 06:18 કલાકે થશે.

સાયાન્હ સંધ્યા મુહૂર્ત સાંજે 05:53 કલાકથી સાંજે 07:08 કલાક સુધીનું રહેશે.

નવરાત્રિના ચોથા દિવસે આ મંત્રજાપ કરવા

યા દેવી સર્વભૂતેષુ માઁ કૂષ્માણ્ડા રુપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ||

સુરાસમ્પૂર્ણ કલશં રુધિરાપ્લુતમેવ ચ |
દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માંડા શુભદાસ્તુ મે ||

ॐ દેવી કૂષ્માંણ્ડાયૈ નમ: ||

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે?

આ પણ વાંચો: આજે માતા ચંદ્રઘંટાને ધરાવો આ વસ્તુઓનો પ્રસાદ…દરેક વિઘ્ન અને બાધા દૂર…થશે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ!

આ પણ વાંચો: શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે બનશે ત્રિગ્રહી યોગ…3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે…આર્થિક ઉન્નતિના યોગ!