Entertainment News: પાકિસ્તાનની ફેમસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને હોસ્ટ ડૉ. નબીહા અલી ખાન (Dr. Nabiha Ali Khan, Pakistani Actress) પોતાના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી છે. લાંબા સમયથી નબીહાનું લગ્નજીવન (Marriage Life) માં તિરાડો પડવાના સમાચારો સુર્ખીઓમાં છે! હવે એણે પતિ સાથે બગડેલા સંબંધો માટે પોતાના સાસુ-સસરાને જવાબદાર ઠેરવ્યા છે!

સાસુ-સસરા પર ભડકી ઉઠી એક્ટ્રેસ Dr. Nabiha Ali Khan
નબીહાનો એક ટૉક શોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એ પોતાના સાસુ-સસરા (In Laws) પર ભડાસ કાઢતી જોવા મળે છે,
“મારો પતિ આખો દિવસ એના મા-બાપના ચરણોમાં પડ્યો રહે છે અને મને બિલકુલ પણ ટાઇમ આપતો નથી! મને કહે છે કે, હું રાત્રે આવીશ અને સવારે નીકળી જઇશ!”
પાકિસ્તાનની આ મશહૂર અભિનેત્રી નબીહા રડતા-રડતા બોલી કે, “મને 4 કલાકનો શોહર (પતિ) નથી જોઇતો. હું ઈચ્છું છું કે મારો પતિ મને પોતાની સાથે રાખે! હું એની સાથે રહેવા માગુ છું. આટલો બધો તમાશો કર્યો છે અને તમામ આક્ષેપો મારા પર લગાવી દેવામાં આવે છે!”
“હું રિલેશનશિપ એક્સપર્ટ (Relationship Expert) છું, હું લોકોને બતાવું છું કે એમણે શું કરવું જોઇએ? પરંતુ, આ લોકોએ તો આખા મુલ્ક (દુનિયા)માં જ મારો તમાશો બનાવી દીધો છે. મારું ઘર વસવા દો નહિં તો હું તમારા દરવાજાની બહાર પોતાનો જીવ આપી દઇશ! તમારો દીકરો પણ આઝાદ થઇ જશે. જો તમે મારું ઘર તોડશો તો હું પણ એ જ કરીશ!”

નબીહાને જોઇતા હતા તલાક
નબીહાએ વર્ષ 2025માં પોતાના દોસ્ત હારિસ ખોખર (Haris Khokhar) સાથે લગ્ન કર્યા હતા પરંતુ, લગ્નના કેટલાક સમય બાદ જ પતિ (Husband) અને સાસરિયાં સાથે એનો અણબનાવ થવા લાગ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં આ અભિનેત્રીએ કહ્યું હતુ કે, લગ્ન પછી દરરોજની લડાઈથી હેરાન-પરેશાન થઇને એ પતિ સાથે તલાક (Divorce) લેવાનું વિચારવા લાગી હતી.
આ પણ વાંચો: પુરુષોને સ્ટ્રોન્ગ મહિલાઓ પસંદ નથી…નીના ગુપ્તાએ જણાવ્યું કે 95 ટકા મર્દને પસંદ છે લાચાર સ્ત્રીઓ..!!
આ પણ વાંચો: યુવાન વયે વૃદ્ધની ભૂમિકાઓ ભજવી…500 થી વધુ ફિલ્મો…71 ના થવા છતાં આ અભિનેતાની ફિટનેસ બરકરાર…!!
આ પણ વાંચો: ‘ઓ રોમિયો’ ગયો…હવે આવ્યો તેલુગુ સ્ટારનો ‘બ્લડી રોમિયો’…દુશ્મનોને આપે છે કસાઇ જેવી મોત!!
