Entertainment News: નીના ગુપ્તા (Neena Gupta, Bollywood Actress) સિનેમાની દુનિયાના એક એવા દિગ્ગજ કલાકાર છે જે આજે નેશનલ એવોર્ડ (National Award) સહિતના કુલ 32 થી વધારે પુરસ્કાર પોતાના નામે કરી ચૂકી છે! આજે 66 વર્ષની ઉંમરે પણ એનું એક્ટિંગ પ્રત્યેનું ઝનૂન યથાવત્ છે, આ જ ઝનૂનથી એને આજે બોલીવુડમાં એક વિશેષ ઓળખ પ્રાપ્ત થઇ છે અને લગભગ દરેક ઇવેન્ટમાં કેમેરા એનો પીછો કરે છે. નીનાની અભિનય પ્રત્યેની ધગશ હજુ આજે પણ એટલી છે કે એના ફેન્સ એની દરેક વાતથી વાકેફ થવા ઇચ્છે છે.

હાલમાં જ નીના ગુપ્તાને એક ફોટામાં જોઇને લોકોની નજર એના પેટ પર પડી હતી અને સૌને લાગ્યું કે એ 66 વર્ષની વયે પ્રેગ્નેન્ટ (Pregnant) છે! જો કે, નીનાએ તરત જ બોલીવુડમાં અને ફેન્સ વચ્ચે ફેલાઇ રહેલી આ અફવાઓ ખંડિત કરતા આ વાયરલ ફોટા પાછળની સચ્ચાઇ બયાન કરી છે.
નીના ગુપ્તા (Neena Gupta)એ પ્રેગ્નેન્સીની ખબરો વિશે શું કહ્યું?
નીના ગુપ્તાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતુ કે, “હું પ્રેગ્નેન્ટ નથી, તમે લોકો જે જોઇ રહ્યાં છો એ સાડીનું મટિરિયલ જાડું (ફૂલેલું) હોવાથી એવું દેખાઇ રહ્યું છે. હું આ વાતથી ખુશ છું કે, સૌ કોઇ આને એક સમાચારની દ્રષ્ટિએ જોઇ રહ્યાં છે અને આનાથી એવું પ્રતીત થાય છે કે એક દેશ તરીકે આપણે પ્રગતિ કરી રહ્યાં છીએ.”

નીના પ્રેગ્નેન્ટ હોવાના સમાચારો વર્ષ 1989 થી જ ચર્ચામાં છે જ્યારે એણે પુત્રી મસાબા (Masaba)ને જન્મ આપ્યો હતો. નીનાનું સ્કૂલિંગ હિમાચલમાં થયું હતુ અને પછી એણે સંસ્કૃતમાં એમફિલ (MPhil) ડિગ્રી હાંસલ કરી હતી. કોલેજના દિવસોમાં જ એણે થિયેટર (Theatre)માં કામ કર્યુ હતુ અને પછી એને ફિલ્મોમાં તક મળી હતી. 90 ના દશકામાં જ એ જાણીતી સ્ટાર બની ચૂકી હતી પરંતુ, 80 નો દશકો એના માટે ઘણો જ મુશ્કેલીભર્યો રહ્યો હતો!

પુત્રીના જન્મ બાદ કઠિનાઇ વેઠી
નીનાએ વર્ષ 1982 માં રમણ કુમાર દિગ્દર્શિત ‘સાથ સાથ’ નામની ફિલ્મ (Sath Sath Film)માં કામ કર્યુ હતુ અને અહિંથી જ એની બોલીવુડની સફર શરુ થઇ હતી. પરંતુ, એને સાચા અર્થમાં ઓળખ તો ઓસ્કાર વિનિંગ ફિલ્મ ‘ગાંધી’ (Gandhi, Oscar Winning Film) દ્વારા મળી હતી. આ ફિલ્મમાં નીનાએ ગાંધીજીની પૌત્રી આભા ગાંધીનું પાત્ર ભજવ્યું હતુ. ત્યાર બાદ આવેલી ફિલ્મ ‘જાને ભી દો યારો’ (Jane Bhi Do Yarron)માં તો એણે કમાલ કરી અને એ સ્ટાર બની ગઇ. નીના પોતાની કેરિયરની ટોચે પહોંચી ત્યારે એની મૈત્રી વેસ્ટઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ (Cricketer Vivian Richards) સાથે થઇ, બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને પછી કેટલાક સમય સુધી એ રિલેશનશિપમાં રહ્યા. આ દરમિયાન નીના પ્રેગનેન્ટ થઇ ગઇ અને વિવિયને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો!

ત્યાર બાદ, હિંમત કેળવીને નીનાએ સિંગલ મધર (Single Mother) બનવાનો નિર્ણય લીધે અને આપબળે પુત્રી મસાબાને જન્મ આપ્યો હતો. નીનાએ પુત્રીના જન્મ બાદ ઘણી મુશ્કેલીઓ વેઠી હતી અને અમુક સમય આર્થિક તકલીફોમાં પણ વીતાવ્યો હતો! પરંતુ, આ ખુદ્દાર અભિનેત્રીએ પોતાની મહેનતના દમ પર જ આજે સફળતાનો આ મુકામ હાંસલ કર્યો છે.
આ પણ વાંચો: હોળીએ તમે ચાહીને પણ વર્ષ 1981 ના આ ગીતને નહિં ભૂલી શકો…અમિતાભ બચ્ચન, જયા અને રેખાનું સદાબહાર સોન્ગ…!
આ પણ વાંચો: યુવાન વયે વૃદ્ધની ભૂમિકાઓ ભજવી…500 થી વધુ ફિલ્મો…71 ના થવા છતાં આ અભિનેતાની ફિટનેસ બરકરાર…!!
આ પણ વાંચો: ‘ઓ રોમિયો’ ગયો…હવે આવ્યો તેલુગુ સ્ટારનો ‘બ્લડી રોમિયો’…દુશ્મનોને આપે છે કસાઇ જેવી મોત!!
