Entertainment News: અભિનેતા તથા નિર્દેશક અનુપમ ખેર (Anupam Kher, Actor-Director)નો જન્મ 7 માર્ચ, 1955 ના રોજ થયો હતો. આજે એમનો જન્મદિવસ છે અને એ આજે 71 વર્ષના થઇ ચૂક્યા છે. આ જાણીતા ભારતીય એક્ટર તથા ડિરેક્ટરનો જન્મ ભારતના હિમાચલ પ્રદેશના શિમલામાં એક કાશ્મીરી પંડિત (Kashmiri Pandit) પરિવારમાં થયો હતો. આ અભિનેતાએ પોતાના 4 દાયકાના કેરિયરમાં 540 થી પણ વધારે ફિલ્મોમાં કામ કરેલું છે અને જુદી-જુદી ભૂમિકાઓ ભજવીને દર્શકોના દિલમાં ખાસ જગ્યા હાંસલ કરી છે!

અનુપમ ખેર (Anupam Kher) આજે 71 વર્ષના થયા
વર્ષ 1982 માં ડિરેક્ટર મહેશ ભટ્ટ (Mahesh Bhatt)ની ફિલ્મ ‘સારાંશ’ (Saransh)થી ડેબ્યૂ કરીને ફિલ્મ જગતમાં પોતાનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે. આ ફિલ્મમાં માત્ર 28 વર્ષની ઉંમરે એમણે 65 વર્ષના વૃદ્ધ ‘બી પી પ્રધાન’ નું પાત્ર ભજવ્યું હતુ! આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ કેવળ એકમાત્ર અભિનેતા છે જેણે પોતાની ભરયુવાનીમાં જ ઘરડી વ્યક્તિ તરીકે રુપેરી પડદે એક્ટિંગ કરી છે! આ પછી એણે પાછું વળીને જોયું સુદ્ધાં નથી અને પોતાની વયથી મોટી ઉંમરના પાત્રો (Old Age Roll) ભજવતા જ રહ્યાં છે અને વાહવાહી મેળવી છે. આજે 7 માર્ચે એમનો જન્મદિવસ (Birth Day) છે અને એ આજે 71 વર્ષના થઇ ચૂક્યા છે.

યુવા વયે વૃદ્ધની ભૂમિકાઓ ભજવી
લોકપ્રિય શો ‘આપ કી અદાલત’ (Aap Ki Adalat)માં પોતાના કેરિયરની સફળતાથી માંડીને સંઘર્ષો સુધીની અનેક વાતો વિશે અનુપમ ખેરે ખૂલીને વાતચીત કરી હતી. આ દરમિયાન, એમણે એ ખૂલાસો પણ કર્યો હતો કે, એમને વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા કેમ ભજવવી પડેલી! જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, એ મોટાભાગની બોલીવુડ ફિલ્મો (Bollywood Films)માં એક્ટ્રેસ અને એક્ટરના પિતાની ભૂમિકા જ કેમ ભજવે છે?
ત્યારે આના ઉત્તરમાં અનુપમ ખેરે જણાવ્યું હતુ કે, “મારી જવાની તો કોઇએ જોઇ જ નથી…જો મહેશ ભટ્ટ સાહેબે 28 વર્ષના યુવકને 65 વર્ષીય વૃદ્ધનો રોલ ન આપ્યો હોત તો હું અહિં (આપ કી અદાલત)માં ન બેઠો હોત!”
“મને સારાંશ ફિલ્મ મળી તો હું શી રીતે ઇન્કાર કરું? એ પછી યશ ચોપડાજીએ મને ફિલ્મ વિજયમાં હેમા માલિનીના પિતાનું પાત્ર ભજવવાની તક આપી…મેં રાજેશ ખન્ના (Rajesh Khanna)ના સસરાનો રોલ કર્યો, મેં ઋષિ કપૂરના પિતાનો રોલ કર્યો, જે મારાથી ઉંમરમાં મોટા હતા!! મને આ બધી બાબતોથી કોઇ ફરક નથી પડ્યો કારણ કે, કામ તો કામ હોય છે!”

આ ઉપરાંત, ફેમસ ‘કપિલ શર્મા શો’ (Kapil Sharma Show) માં પણ મહેમાન તરીકે પધારેલા અનુપમ ખેરે એની એક્ટિંગ કેરિયર અને વિવિધ ટ્રેજેડી તથા કોમેડી પાત્રો વિશે ખૂલીને વાતચીત કરેલી છે.

71 વર્ષે પણ ફિટનેસ કિંગ તરીકે પ્રખ્યાત
આજે તો આ અભિનેતા એક એવા મુકામ પર છે જ્યાં એ લોકો માટે પ્રેરણારુપ બની ચૂક્યા છે! નવા ટેલેન્ટને એ હંમેશા પ્રોત્સાહિત કર્યા કરે છે અને એટલું જ નહિં પણ એમની ફિટનેસ અંગે હંમેશા લોકો ચર્ચા કરે છે. 71 વર્ષીય અનુપમ ખેર આજે પોતાની ફિટનેસ (Fitness) અને સમર્પણ થી પોતાના ફેન્સને ઇન્સ્પાયર કરવાનો એક પણ મોકો છોડતા નથી. ઇન્ડસ્ટ્રીમાં એ ફિટનેસ કિંગ તરીકે પ્રખ્યાત છે અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના વર્ક આઉટના વીડિયો અવારનવાર શેર કરે છે. એમની ચુસ્તી જોઇને કોઇ કહી ન શકે કે એ આજે 71 વર્ષના થઇ ચૂક્યા છે!
આ પણ વાંચો: હોળીએ તમે ચાહીને પણ વર્ષ 1981 ના આ ગીતને નહિં ભૂલી શકો…અમિતાભ બચ્ચન, જયા અને રેખાનું સદાબહાર સોન્ગ…!
આ પણ વાંચો: ધડાકાના અવાજો ડરાવી રહ્યાં હતા..! દુબઇમાં વસેલી ‘કસૌટી જીંદગી કી 2’ ની એક્ટ્રેસે ઠાલવી વ્યથા…
આ પણ વાંચો: ‘ઓ રોમિયો’ ગયો…હવે આવ્યો તેલુગુ સ્ટારનો ‘બ્લડી રોમિયો’…દુશ્મનોને આપે છે કસાઇ જેવી મોત!!
