નાલંદા
બિહારમાં દિનદહાડે ગોળી મારીને હત્યાનો કેસ સામે આવ્યો છે. બિહારમાં નાલંદામાં કેટલાક અજાણ્યા શખ્શ દ્વારા પ્રોફેસર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
રવિવારે સવારે મોર્નિંગ વોલ્ક પર નીકળેલા પ્રોફેસર અને તેમના મિત્રોને નિશાનો બનાવીને ગોળી ચલાવવામાં આવી હતી.
#Bihar: PMS college professor shot dead by unidentified assailants in Nalanda, early morning today; Body sent for postmortem, police investigation underway
— ANI (@ANI) October 28, 2018
ગોળી વાગવાથી પ્રોફેસર ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું છે.ડેડ બોળીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અરવિંદ કુમાર નાલંદાની પીએમએસ કોલેજમાં પ્રોફેસર હતા.
ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે પહોચી ગઈ હતી. જો કે પોલીસને આ ગોળીબારનું સાચું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં આ બીજી ઘટના છે જેમાં પ્રોફેસરને નિશાનો બનાવીને ગોળી ચલાવવામાં આવી હોય.
