Not Set/ video: ગોતા બ્રિજ પાસેના સરદાર એસ્ટેટમાં લાગી આગ, થોડી વાર આગે લીધુ વિકરાળ સ્વરૂપ

અમદાવાદ, ગોતા બ્રિજ પાસેના સરદાર એસ્ટેટમાં આગ લાગી હતી. 22 જેટલી ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઇ ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી. હાઇકોર્ટથી આગના ધુમાડા દેખાતા હતા. હાલ ફાયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં લઇ લીધી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાંથી ભયાનક આગના બનાવ સામે આવ્યો હતો.. ગોતાના સરદાર એસ્ટેટમાં હાલ ભીષણ આગ લાગી હતી. અહીં […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

ગોતા બ્રિજ પાસેના સરદાર એસ્ટેટમાં આગ લાગી હતી. 22 જેટલી ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઇ ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી. હાઇકોર્ટથી આગના ધુમાડા દેખાતા હતા. હાલ ફાયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં લઇ લીધી છે.

અમદાવાદના ગોતા વિસ્તારમાંથી ભયાનક આગના બનાવ સામે આવ્યો હતો.. ગોતાના સરદાર એસ્ટેટમાં હાલ ભીષણ આગ લાગી હતી. અહીં એક થીનરની ફેક્ટરીમાં આવેલી છે. જેમાં આગની ઘટના બનતા ચારેબાજુ અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આ ઘટનાની પગલે હાલ 22 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. ફેક્ટરીમાં આગ શેના કારણે લાગી તેનું કારણ અકબંધ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવી રહ્યા નથી.