Ahmedabad News/ LCBને મળી મોટી સફળતા; રાજ્યમાં ઘરફોડ ચોરી કરતી ગેંગનો ખુલાસો, ચીખલીગર ગેંગના 3 સભ્યો ઝડપાયા

આરોપીઓ પાસેથી 15.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો, આરોપીઓ અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા, LCB એ કહ્યું કે, ગેંગે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઘરફોડ ચોરીના અનેક ગુનાઓને અંજામ આપ્યો છે.

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઘરફોડ ચોરી કરતી ચીખલીગર ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઘરફોડ ચોરીના અનેક ગુનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 15.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

આરોપીઓ ગુનાહિત ઇતિહાસમા, પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અમદાવાદ ગ્રામ્યના અસલાલીના ગુનાઓમાં વોન્ટેડ હતા. તેઓએ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો.

પોલીસે આરોપીઓ પાસેથી 15.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ મુદ્દામાલમાં સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.ચીખલીગર ગેંગના સભ્યો દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરતા હતા અને રાત્રે તે મકાનોમાં ઘરફોડ ચોરી કરતા હતા. તેઓએ ગુજરાતના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો.

અમદાવાદ ગ્રામ્ય LCBએ ચીખલીગર ગેંગના 3 સભ્યોને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 15.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

@ hariom solanki


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી