Ambaji News/ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રિકો માટે અંબાજી મંદિર બનશે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ નો પ્રસાદ

શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રિકો માટે અંબાજી મંદિર 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ નો પ્રસાદ બનાવી રહ્યું છે.

Top Stories Gujarat Breaking News

Ambaji News: શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રિકો માટે અંબાજી મંદિર 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ નો પ્રસાદ બનાવી રહ્યું છે.ભાદરવી પૂનમના મેળા ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ માતાજીના મોહનથાળા પ્રસાદનું મહત્વ છે કે જે યાત્રિકો અંબાજી અવિશક્તા નથી તેમના માટે મોહનથાળ નો પ્રસાદ માતાજીના દર્શન બરાબર હોય છે અને માતાજી ના દર્શને આવેલા યાત્રિકો અચૂક માં અંબે ના મોહનથાળ નો પ્રસાદ સાથે લઈ જતા હોય છે અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.

YouTube Thumbnail 2024 08 01T184518.196 હવેથી અંબાજી મંદિર પર ધજા ચઢાવવાનો લાગશે ચાર્જ.....

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકો ના પ્રસાદની માંગ સંતોષવા માટે ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે જોકે આ મોહનથાળના પ્રસાદમાં ચનો લોટ કકરુ બેષણ ,ખાંડ, શુદ્ધ દેશી ઘી ,સાથે ઈલાયચી નો મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળ નો પ્રસાદ બનાવવામાં આવે છે જ્યારે મને ટ્રસ્ટ દ્વારા આ 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ નો પ્રસાદ બનાવી રહ્યું છે ત્યારે તેમાં એક લાખ કિલો કકરું બેસણ, દોઢ લાખ કિલો ખાંડ ,75 હજાર કિલો શુધ્ધ ઘી, અને 200 કિલો ઈલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે ,જેમાંથી યાત્રિકોને આપાતા નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદ ના પેકેટ તૈયાર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો માણવા જવું છે, તમામ આયોજન જાણો એક ક્લિક પર

આ પણ વાંચો:અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી

આ પણ વાંચો:યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં