Aravalli/ અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી

માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવતા પશુ ભરેલા ડેલાએ અકસ્માત સર્જ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, અંબાજી જતા 3

Top Stories Gujarat Breaking News
Image 2024 09 10T094023.110 અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી

Aravalli News: અરવલ્લીના (Aravalli) મોડાસામાં (Modasa) સાકરીયા ગામે અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત (Accident) નડ્યો હોવાનું સામે આવ્યું છે. 3 પદયાત્રીઓને પશુ ભરેલા ડાલાએ અડફેટે લીધા છે, તેમજ બાઈકચાલકને પણ અડફેટે લીધા હોવાનું હાલ જાણવા મળ્યું છે.

Image 2024 09 10T094141.375 અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી

માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવતા પશુ ભરેલા ડેલાએ અકસ્માત સર્જ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, અંબાજી જતા 3 પદયાત્રીઓને પશુ ભરેલા ડાલાએ અડફેટે લીધા હતા. ડાલા ચાલકે એકદમ બ્રેક મારતાં ડાલું પલટી માર્યું હતું.  ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.  ડાલાની સ્પીડ વધુ હોવાથી 3 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જોકે, મોટી જાનહાનિ ટળી છે.

Image 2024 09 10T094253.541 અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી

થોડા મહિના અગાઉ માળીયા કચ્છ હાઇવે પાસે ડમ્પરે માતાના મઢે દર્શનાર્થે જતા પદયાત્રીઓને હડફેટે લીધા હતા. જેમાં એક પદયાત્રિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો પદયાત્રીઓને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Image 2024 09 10T094253.541 1 અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી

બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખજેલી ગામના મૂળ વતની અને હાલમાં આણંદ ખાતે રહેતા બે શખ્સો પગપાળા પોતાના વતન તરફ નવરાત્રિમાં જવારા વાવવાના પ્રસંગમાં આવી રહ્યા હતા. ત્યારે અરણેજ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બંનેને અડફેટે લેતા ગંભીર ઇજાઓ સાથે ઘટનાસ્થળે જ બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં બસે પલટી ખાધી…અકસ્માત સર્જાતા શાળાના બે બાળકોના મોત, 14 બાળકો ઘાયલ

આ પણ વાંચો:સિક્કિમમાં ગમખ્વાર અકસ્માત, સેનાનું વાહન ખાડામાં ખાબકતા ચાર જવાનોના મોત

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ભયંકર અકસ્માત, નિર્માણાધીન છત તૂટ