Not Set/ જો ભારત સેના મોકલશે તો પરિણામ સારું નહીં આવે, તો સાથે વિકાસના કામોની પ્રશંસા પણ કરી

પ્રવક્તા સુહેલ શાહીને પણ ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. શાહીને કહ્યું – અમારા તરફથી દૂતાવાસ કે રાજદ્વારીઓ માટે કોઈ ખતરો નથી

Top Stories World

તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહેલ શાહીન, જે અફઘાનિસ્તાનમાં 19 પ્રાંત કબજે કર્યા બાદ ઝડપથી કાબુલ તરફ આગળ વધી રહ્યા છે, અને કાબુલની સરહદ પર પોતાનો અડીંગો જમાવી દીધો છે તેમણે એક તરફ ભારતમાં ભારત દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી છે અને બીજી તરફ ધમકી પણ આપી છે.

શાહીન એ કહ્યું કે, દેશના ડેમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોમાં ભારતના સહકારની પ્રશંસા કરતા ધમકી આપી કે જો ભારત અફઘાનિસ્તાનમાં સૈનિકો મોકલે તો તે સારું રહેશે નહીં.

તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, અમે અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલી દરેક વસ્તુની પ્રશંસા કરીએ છીએ. તે દેશના લોકોના વિકાસ, અને આર્થિક સમૃદ્ધિ માટે છે. ભારત ભૂતકાળમાં પણ અફઘાનોને મદદ કરતું રહ્યું છે.

આ જ ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તાલિબાન ભારતને ખાતરી આપી શકે છે કે તેની વિરુદ્ધ અફઘાનિસ્તાનનો ઉપયોગ નહીં થાય? તો શાહીને કહ્યું કે અમારી એક સામાન્ય નીતિ છે કે અમે કોઈને પણ પાડોશી દેશો સહિત કોઈ પણ દેશ સામે અફઘાન ભૂમિનો ઉપયોગ નહિ કરવા દેવા માટે પ્રતિબદ્ધ છીએ.

શાહીને ધમકીભર્યા સ્વરમાં કહ્યું, “જો ભારત અફઘાનિસ્તાનમાં સેના મોકલશે તો તેના સારા પરિણામ નહિ આવે. તેઓએ અન્ય દેશોની સેનાનું ભાવિ જોયું છે, તેથી તે ભારત માટે એક ખુલી કિતાબ જેવું છે.

તાલિબાનોનો ભય / તાલીબાનનો અફઘાનનાં ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફ પર કબ્ઝો

ભારત ઓળખશે નહીં

ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે અફઘાનિસ્તાનમાં તાકાતના દમ પર રચાયેલી સરકારને માન્યતા નહિ આપે. ભારત સિવાય જર્મની, કતાર, તુર્કી અને અન્ય ઘણા દેશોએ અફઘાનિસ્તાનમાં હિંસા અને હુમલાને તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે. બ્રિટન, યુરોપિયન યુનિયન, અમેરિકા અને કેટલાય દેશો સત્તામાં આવે ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનને માન્યતા ન આપવાની વાત કરી ચૂક્યા છે.

15 ઓગસ્ટ / ભારતે પોતાનો પહેલો સ્વતંત્રતા દિવસ આ રીતે ઉજવ્યો હતો, જુઓ આ ખાસ તસવીરો 

દૂતાવાસો, રાજદ્વારીઓને નિશાન બનાવશે નહીં: તાલિબાન

તાલિબાનના પ્રવક્તાએ વિશ્વને ખાતરી આપી છે કે તેના લડવૈયાઓ દેશમાં કોઈ દૂતાવાસ અને રાજદૂતોને નિશાન બનાવશે નહીં. મોહમ્મદ સુહેલ શાહીને વિવિધ દેશોના દૂતાવાસો ખાલી કરાવવા અને તેમના રાજદ્વારીઓને પાછા બોલાવવાના અહેવાલો વચ્ચે આ વાત કહી હતી. શાહીને કહ્યું, અમારા તરફથી દૂતાવાસ કે રાજદ્વારીઓ માટે કોઈ ખતરો નથી અને આ અમારી પ્રતિબદ્ધતા છે.

અફઘાનિસ્તાનમાં મહાસંકટ / તાલિબાન આતંકવાદીઓ રાજધાની કાબુલમાં ઘુસ્યા, દેશની તમામ સરહદો કરી કબજે