Ahmedabad News/ અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં પ્રેમિકાના ભાઈની પ્રેમી એ કરી હત્યા

અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં બહેનના પ્રેમીએ ભાઈની હત્યા કર્યાનું સામે આવ્યું છે. આ ઘટના બન્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં મનીષ સુથાર નામના વ્યક્તિની હત્યા પ્રેમ સંબંધમાં કરવામાં આવી છે, આ હત્યા અશ્વિન ઝાલા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. માહિતી અનુસાર આ હત્યા ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ થઈ હોવાનું જાણવા મળ્યું છે.અશ્વિન ઝાલાએએ તેના ચહેરા, ગળા અને છાતીમાં છરીના ઘા ઝીંક્યા હતા જેના કારણે મનિષ સુથારનું મૃત્યુ થયું  હતું.

ત્રિકમપુરા કેનાલના પુલ પાસે કરાઇ હત્યા

આ સમગ્ર ઘટના વટવા GIDCમાં ત્રિકમપુરા કેનાલ પાસે બની હતી, જ્યાં અશ્વિન ઝાલાએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આપને જણાવી દઈએ મૃતકની બહેન આરોપી સાથે પ્રેમ સંબંધમાં હતી, અને આરોપીએ છોકરી પર પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું, જેના કારણે આ મુદ્દે વારંવાર ઝઘડા થતા હતા. જેના પછી આરોપી અશ્વિન ઝાલા હત્યા કરી ફરાર થયો હતો. જોકે વટવા GIDC પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

વટવા GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઘટનાની માહિતી મળતાં, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે. પોલીસે વિસ્તારમાંથી CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે. પોલીસે આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં ફટાકડા ફૂટવા બાબતે થયેલી માથાકૂટમાં થઈ હત્યા

આ પણ વાંચો:અમદાવાદમાં સગીરાનું અપહરણ કરી બોયફ્રેન્ડે જ કરી હત્યા

આ પણ વાંચો:એક જ દિવસમાં બે શહેરોમાં થયા ડબલ મર્ડર, અમદાવાદમા બે યુવાનોની ઘાતકી હત્યા