Patan News: પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધાનપુર મેડિકલ કોલેજમાં ગત રાત્રે અચાનક બેહોશ થતાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજ પહોંચી હતી. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કોલેજના જ સિનિયર સ્ટુડન્ટ્સ દ્વારા રેગિંગના કારણે યુવકનું મોત થયું હતું. જોકે, સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની હતો. અને એક મહિના પહેલા જ ધાનપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો.
આ બાબતે વિદ્યાર્થીના સંબંધી ધર્મેન્દ્રભાઈ મેથાણીયાના જણાવ્યા અનુસાર, અનિલ એક મહિના પહેલા ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે એડમીશન લીધું હતું. ગઈકાલે કૉલેજમાંથી ફોન આવ્યો કે તમારો દીકરો બેહોશ થઈને પડી ગયો છે, તેને દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે કહ્યું કે યુવકનું મોત થઈ ગયું છે.

હવે અનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેથી રિપોર્ટ બાદ સત્ય જાણવા મળશે. પરંતુ ધર્મેન્દ્રભાઈ વધુમાં જણાવ્યું કે, કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પાસેથી સાંભળ્યું છે કે કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ રેગિંગ કરતા હતા. સતત ઉભા રહેવાને કારણે અનિલ બેહોશ થઈ ગયો હતો. સરકાર અને કોલેજ તરફથી અમને યોગ્ય ન્યાય મળે તેવી અમારી વિનંતી છે.
આ અંગે બાલીસણા પીઆઈ જે.સોલંકીએ જણાવ્યું હતું કે, તે એમબીબીએસના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયરો સાથે પરિચય આપતી વખતે તે બેહોશ થઈને મૃત્યુ પામ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.
આ પણ વાંચો:મોતિયાના ઓપરેશનમાં બેદરકારી માટે શાંતાબા મેડિકલ કોલેજને રૂપિયા પાંચ કરોડનો દંડ
આ પણ વાંચો:બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ધાબા પરથી લગાવી મોતની છલાંગ
આ પણ વાંચો:અમદાવાદના બોપલમાં ઇસ્કોન પ્લેટિનમમાં લાગેલી આગમાં મહિલાનું મોત
