બનાસકાંઠા/ બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ધાબા પરથી લગાવી મોતની છલાંગ

MBBS માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બનાસ મેડિકલ કોલેજના ધાબા પરથી અગમ્ય કારણોસર પડતું મૂકી આપઘાત કર્યો છે.

Gujarat Others
વિદ્યાર્થીએ
  • બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત
  • કોલેજના ધાબા પરથી પડતું મૂક્યુ
  • MBBSમાં વિદ્યાર્થી કરતો અભ્યાસ
  • CR પાટીલના આગમન પૂર્વે કર્યો આપઘાત
  • કોલેજમાં મહિલા સન્માન કાર્યક્રમનું હતું આયોજન

બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.MBBS માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બનાસ મેડિકલ કોલેજના ધાબા પરથી અગમ્ય કારણોસર પડતું મૂકી આપઘાત કર્યો છે.ઉલ્લેખનીય છે કે, બનાસ મેડિકલ કોલેજમાં મહિલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ હાજરી આપવાના હતા…ત્યારે CR પાટીલના આગમન પૂર્વે વિદ્યાર્થીના આપઘાતની ઘટના બની છે.

પાલનપુર તાલુકાના મોરિયા ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજમાં MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ બનાસ મેડિકલ કોલેજના ધાબા ઉપરથી નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. ત્યારે મૃતક વિદ્યાર્થી ભિલોડાનો જતીન કીર્તિભાઈ દરજી હોવાનું સામે આવ્યું છે. જો કે, ઘટનાની જાણ થતા પાલનપુર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર પોલીસ દ્વારા વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. જે પોલીસ તપાસમાં સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે મહિલા દિવસ નિમિત્તે બનાસડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આગમન પૂર્વે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, આ અગાઉ સુરતના નવાગામમાં એક પિતા એકની એક દીકરીના જન્મ દિવસની કેક કાપવાના 30 મિનિટ પહેલા જ પરિવારને રસોડામાંથી બહાર કાઢી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. પરિવારે જણાવ્યું હતું કે, બે વર્ષથી આર્થિક ભીંસમાં હતા. બીજી બાજુ TBની બીમારીમાં સપડાયા હતા. 24 મહિનામાં ત્રણથી ચાર વાર પરિવારને ઘર બહાર કાઢી દરવાજો બંધ કરી દેતા હતા. 30 મિનિટ બાદ ખોલી દેતા હતા.જો કે આ વખતે તેઓએ આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો : સરકારી પ્રાથમિક શાળાઓમાં 19 હજારથી વધુ ઓરડાની ઘટ, આમ ‘ભણશે ગુજરાત’ !

આ પણ વાંચો : કથાકાર મોરારીબાપુએ યુક્રેન યુદ્ધમાં અસર પામેલા ભારતીયો માટે કર્યું આટલા કરોડની દાન

આ પણ વાંચો :રતનપુર નજીક ખાનગી બસનો અકસ્માત, એકનું મોત- અન્ય દસને ઇજા

આ પણ વાંચો :ભરૂચ જિલ્લા યુવા મોરચા સાથે બેઠક, PM મોદી ખેલ મહાકુંભમાં હાજરી આપશે