સ્ટંટ ભારે પડ્યો/ અમદાવાદ પોલીસે ‘કાર મેરે બાપ કી હૈ, રોડ નહીં’નું બોર્ડ પકડાવી નબીરાઓને સબક શીખવ્યો

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બાઇકો તેમજ કાર સ્ટંટ કરવાવાળા પોતાનો રોફ જમાવવા બે ફામ બન્યા છે. જેને લઇ પોતાની સાથે અન્યોનો પણ જીવ જોખમમાં મુકે છે. ત્યારે શહેરના સિંધુભવન રોડ પર અવારનવાર સ્ટંટ કરવાના બનાવ દિવસે દિવસે વધતાં જઈ રહ્યા છે. જ્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેનો વધુ એક વીડિઓ સામે આવ્યો હતો […]

Ahmedabad Gujarat

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બાઇકો તેમજ કાર સ્ટંટ કરવાવાળા પોતાનો રોફ જમાવવા બે ફામ બન્યા છે. જેને લઇ પોતાની સાથે અન્યોનો પણ જીવ જોખમમાં મુકે છે. ત્યારે શહેરના સિંધુભવન રોડ પર અવારનવાર સ્ટંટ કરવાના બનાવ દિવસે દિવસે વધતાં જઈ રહ્યા છે. જ્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેનો વધુ એક વીડિઓ સામે આવ્યો હતો એક કાર ચાલકે રસ્તા વચ્ચે સ્ટંટ કર્યો હતો. જેનો વીડિઓ ખુબજ રીતે વાઇરલ થયો હતો. પોલીસે વાઈરલ વીડિઓની તપાસ હાથ ધરી હતી અને કાર ચાલકરખેજ પોલીસે આ બનાવવામાં જુનેદ જાવેદભાઈ મિર્ઝા (ઉં વ. 24) ( રહે, મેહરાજ સોસાયટી, જુહાપુરા )ની સંડોવણી પણ શોધી કાઢી છે. એ સંદર્ભે પોલીસે જાવેદની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જાવેદને કાયદાનું ભાન થાય એ માટે પોલીસ તેને બનાવના સ્થળ લઈ ગઈ અને તેને સબક શિખવાડ્યો હતો. આરોપીને ઊઠકબેઠક કરાવીને પછી એક બોર્ડ પકડાવીને ઊભો રાખ્યો, જેમાં લખ્યું હતું કે ‘ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં’. સાથેજ રસ્તા વચ્ચે કાર મેરે બાપ કી હૈ, રોડ નહીં’નું બોર્ડ પકડાવી જાહેરમાં યુવકને ઊઠક બેઠક કરાવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ એક સ્કુટી ચાલકે રસ્તા વચ્ચે સ્પીડમાં ચાલાવી અને ઉપર છૂટક મુટક ઊભા રહેવાનો વીડિઓ બનાવ્યો હતો અને સ્ટંટ કર્યો હતો. જ્યારે વીડિઓ વાઇરલ થતાં પોલીસે સ્કુટી ચાલક નબીરાની શોધખોળ કરી તેને પણ પાઠ ભણાવ્યો હતો..

https://twitter.com/mantavyanews/status/1676918400768180224?s=20