કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતનાં ગાંધીનગરનાં સાંસદ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાત મુલાકાત અનેક રીતે સુચક માનવામાં આવી રહી છે. ગાંધીનગરનાં સાંસદ અમિત શાહ પોતાની ગુજરાત મુલાકાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શનિવારે, ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં વિશ્વાસ અને સાયબર આશ્વત પ્રોજેકટનો શુભારંભ કરાવશે. શનિવારે સવારે 10.30 કલાકે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિશ્વાસ અને સાયબર આશ્વત પ્રોજેકટને લીલી ઝંડી આપી શુભારંભ કરાવશે. તો સાથે સાથે ગાંધીનગરમાં બીજા વિવિધ વિકાસ કાર્યોનું પણ અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.
આ સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, GTUના 9માં એન્યુઅલ કોન્વોકેશનમાં મુખ્ય મહેમાન તરીકે પણ હાજરી આપવાનાં છે. ગુજરાત ટેક્નિકલ યુનિવર્સીટીનાં પદવીદાન સમાંરોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુચક હાજરી હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા દાયક બનશે. ગુજરાત ભાજપનાં પાયાનાં પથ્થર કહી શકાય તેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદનાં નારણપુરામાં યોજાવા જઇ રહેલા ભાજપનાં સ્નેહમિલન સમારોહમાં પણ હાજરી આપી તમામ કાર્યકરતાઓ અને હોદ્દેદારોને સંબોધન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
