Not Set/ વિસાવદરમાં માતાએ બે સંતાનો સાથે ઝેર પીધું, માતા-પુત્રના મોત

વિસાવદર, રાજ્યમાં વધુ એક મહિલાએ સામૂહિક આત્મહત્યા કરી લેતા ચારે બાજુ અરેરાટી ફેલાઇ છે. વિસાવદરના પિયાવા ગામે રહેતી 35 વર્ષની અરૂણા હરસુખ સાવલિયા નામની મહિલાએ પોતાના પુત્ર લક્ષ અને પુત્રી રાશીને ઝેરી દવા પીવડાવી બાદમાં પોતે પણ પી લીધી હતી.દવા પિતા જ ત્રણની હાલત ગંભીર થઈ હતી અને તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. જો […]

Top Stories Gujarat Others
pqq 11 વિસાવદરમાં માતાએ બે સંતાનો સાથે ઝેર પીધું, માતા-પુત્રના મોત

વિસાવદર,

રાજ્યમાં વધુ એક મહિલાએ સામૂહિક આત્મહત્યા કરી લેતા ચારે બાજુ અરેરાટી ફેલાઇ છે. વિસાવદરના પિયાવા ગામે રહેતી 35 વર્ષની અરૂણા હરસુખ સાવલિયા નામની મહિલાએ પોતાના પુત્ર લક્ષ અને પુત્રી રાશીને ઝેરી દવા પીવડાવી બાદમાં પોતે પણ પી લીધી હતી.દવા પિતા જ ત્રણની હાલત ગંભીર થઈ હતી અને તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી.

જો કે પુત્ર લક્ષ્યનું મોત તો વિસાવદરમાં જ થયું હતું જ્યારે અરુણા અને પુત્રી રાશીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન માતા અરૂણાનું મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રી રાશીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાને પગલે પોલીસ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દોડી ગઇ હતી અને પરિવારજનોના નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું.સુત્રોના જણાવ્યા પ્રમાણે સામૂહિક આપઘાત પાછળ ગૃહકંકાસ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું.  sગત રવિવારે વિસાવદરમાં એક માતાએ પોતાના ચાર સંતાનો સાથે કૂવામાં કુદીને મોતને વ્હાલું કર્યું હતું. જેમાં માતા સહિત ચારના મોત નીપજ્યા હતા અને એક પુત્રનો બચાવ થયો હતો. તેમાં પણ ગૃહકંકાસ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું.