Explained/ અમેરિકા-સાઉદી અરેબિયાનો સંરક્ષણ સોદો કેવી રીતે મધ્ય પૂર્વને યુદ્ધ તરફ દોરી ગયો?

હમાસના હુમલા થકી સાઉદી અરેબિયાને સંદેશ પહોંચી ગયો કે પેલેસ્ટાઇની અવગણના કરી શકા નહીં

Top Stories World
How A Key US Saudi Defence Deal Is Linked To Latest Hamas Attack On Israel અમેરિકા-સાઉદી અરેબિયાનો સંરક્ષણ સોદો કેવી રીતે મધ્ય પૂર્વને યુદ્ધ તરફ દોરી ગયો?

મીડલ ઇસ્ટમાં છેલ્લા ઘણા મહિનાથી શાંતિ ચાલી રહી હતી, પરંતુ ત્યારે જ પેલેસ્ટાઇનના આતંતવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર હુમલો કરી દીધો. આ હુમલા બાદ મીડલ ઇસ્ટમાં ફરી અશાંતિના દૌર શરૂ થવાનો ભય સતાવી રહ્યો છે. એક સમયે જે ગઠબંધનના અંતના આસાર નજર આવી રહ્યા હતા, તે હવે ફરી મજબૂત થઇ રહ્યું છું. હમાસના હુમલા બાદ તમામ આરબ દેશ એક સ્વરમાં ઇઝરાયેલની નિંદા કરી રહ્યાં છે. સાઉદી અરેબિયા, જોર્ડન, કતર, ઓમાનર, યુએઈ સહિત ખાડીના દેશો એક સાથે નજર આવી રહ્યાં છે.

ઇઝરાયેલ પર હુમલાને મીડલ ઇસ્ટ પર નજર રાખી રહેલા જાણકારોનું કહેવું છે કે હમાસનો આ હુમલો સમજી વિચારીને કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ઇઝરાયેલની સાથે આરબના દેશોના સંબંધ સામાન્ય થઇ રહ્યાં છે. જો, આરબ દેશો સાથે ઇઝરાયેલના સંબંધ સામાન્ય થઇ જાય તો પેલેસ્ટાઇન માટે અવાદ ઉઠાવનાર કોઇ બચશે નહીં. એવામાં ઇરાન માટે પણ ખતરાની ઘંટી વાગી રહી હતી કારણે કે ખાડીના દેશોથી તે અલગ થઇ જાત. એટલા માટે જ હમાસના હુમલા બાદ તેના સમર્થનમાં અવાજ ઉઠાવનાર પહેલો દેશ ઇરાન હતો.

રોયટર્સની એક રિપોર્ટ અનુસાર અમેરિકા સાઉદી અરેબિયા અને ઇઝરાયેલની વચ્ચે સંબંધ સામાન્ય થાય તે માટે પ્રયાસ કરી રહ્યું હતું. તેના બદલામાં સાઉદી અરેબિયાને અમેરિકાની સાથે એક સંરક્ષણ સોદો કરવાની તક મળતી. આમ થવા પર સાઉદી અરેબિયા અને ઇરાની વચ્ચે સમાધાનનો દરવાજો પણ બંધ થઇ જાત, કારણેકે તેહરાન વોશિંગની વિરૂધ હતું. ઓગસ્ટમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને ઇરાની વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહા સાથે મુલાકાત કરી હતી.

સાઉદી અરેબિયા જો ઇઝરાયેલની નજીક આવી જાય છે, તો ઇરાન સાથે સુધરી રહેલા સંબંધો પાટા પર ઉતરી જાત. સાથે જ પેલસ્ટાઇનો મુદ્દો પણ ભુલાઇ જાત. અરબના બીજા દેશોનું વલણ પણ કંઇક આવું છે. પરંતુ ઇરાન પેલેસ્ટાઇનનું કટ્ટર સમર્થક રહ્યું છે. એવામાં હામસ અને પેલેસ્ટાઇનના અન્ય ચરમપંથી સંગઠનો કોઇ હાલતમાં આરબ દેશોનું આ વલણ સાંખી લે તે શક્ય નહતું. હમાસે આરબ દેશોનું ધ્યાન પેલેસ્ટાઇ પર પડે તે માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો જેથી તેમના માટે અવાજ બૂલંદ બની શકે.

હમાસના હુમલા બાદ એક વાત સ્પષ્ટ થઇ છે કે મિડલ ઇસ્ટમાં ઇઝરાયેલને સુરક્ષાની જરૂર છે, તો પછી પેલેસ્ટાઇનને નજરઅંદાજ કરી શકાય નહીં. હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાએ પણ કહ્યું કે આરબના દેશો ઇઝરાયેલની સાથે શાંતિ માટે જેટલા પણ કરાર કર્યા છે તે સંઘર્ષ પર પૂર્ણવિરામ નહીં લાવી શકે. હિઝબુલ્લા સાથે સંકળાયેલા એક સુત્રએ જણાવ્યું કે આ હુમલા થકી સાઉદી અરેબિયાને પણ સંદેશ પહોંચી ગયો છે કે તે પેલેસ્ટાઇને ભૂલી શકે નહીં.