ગાંધીનગર ખાતે ચાલી રહેલ BSF ઇન્ટર-ફ્રન્ટિયર રેસલિંગ ક્લસ્ટરમાં કુસ્તી, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, કબડ્ડી અને બોડી બિલ્ડીંગના પ્રતિસ્પર્ધીઓ દ્વારા પડકારજનક અને આકર્ષક રમત પ્રદર્શન જોવા મળ્યું હતું.

જમ્મુ ફ્રન્ટિયરે 07 ગોલ્ડ અને 01 બ્રોન્ઝ મેડલ જીત્યા, ગુજરાત ફ્રન્ટિયરે 02 ગોલ્ડ, 03 સિલ્વર અને 01 બ્રોન્ઝ મેડલ જીત્યા, સાઉથ બંગાળ ફ્રન્ટિયરે બૉડી બિલ્ડિંગમાં 01 ગોલ્ડ અને 01 સિલ્વર મેડલ જીત્યા જે આજે 28/07/2023ના રોજ સમાપ્ત થયા. કબડ્ડી સ્પર્ધાની રોમાંચક ફાઇનલ મેચમાં, જમ્મુ ફ્રન્ટિયરે દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરને 36-33થી હરાવીને ટાઇટલ જીત્યું.

કબડ્ડી સ્પર્ધાની રોમાંચક ફાઇનલ મેચમાં, જમ્મુ ફ્રન્ટિયરે દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરને 36-33થી હરાવીને ટાઇટલ જીત્યું.ચોથા દિવસ બાદ તમામ રમતગમતની મેચોમાં ઉત્સાહ વધી રહી છે. આ સ્પર્ધાનો સમાપન સમારોહ 29 જુલાઈ 2023 ના રોજ આયોજિત કરવામાં આવશે.
