Not Set/ “હું કૃષ્ણ છું પરંતુ મારી પત્ની રાધા નથી”, તેથી હું છૂટાછેડા લઈ રહ્યો છું : તેજપ્રતાપ યાદવ

પટના, રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના સૌથી મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ દ્વારા પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા માટેની અરજી કરવામાં આવી છે. તલાકની અરજીમાં તેઓએ જણાવ્યું છે કે, “હું કૃષ્ણ છું, પરંતુ મારી પત્ની રાધા નથી”. તેઓએ વધુમાં કહ્યું હતું કે, “ઘૂંટી ઘૂંટીને જીવવાનો કોઈ ફાયદો નથી”. It is true that I have filed […]

Top Stories India Trending

પટના,

રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના સૌથી મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ દ્વારા પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા માટેની અરજી કરવામાં આવી છે. તલાકની અરજીમાં તેઓએ જણાવ્યું છે કે, “હું કૃષ્ણ છું, પરંતુ મારી પત્ની રાધા નથી”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “ઘૂંટી ઘૂંટીને જીવવાનો કોઈ ફાયદો નથી”.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારના રોજ તેજપ્રતાપ યાદવ દ્વારા પટનાની સિવિલ કોર્ટમાં છૂટાછેડા અંગેનું આવેદન કર્યું છે. તેજ અને તેમની પત્ની એશ્વર્યાના લગ્નની વાત કરવામાં આવે તો, તેઓના લગ્નને માત્ર ૬ મહિના જ થયા છે અને બંને વચ્ચે કઈ પણ ઠીક ઠાક નથી.

બીજી બાજુ માહિતી એવી પણ આવી રહી છે કે, રાબડી દેવી અને એશ્વર્યાના પરિવારજનો દ્વારા રાતભાર સમાધાન કરવા માટે કોશિશ કરવામાં આવી છે અને નિર્ણય કરવામાં આવ્યો છે કે, એશ્વર્યા પોતાની સાસરીમાં જ રહેશે.

જો કે કેટલાક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, “તેજપ્રતાપ યાદવ પોતાના પિતા લાલુપ્રસાદ યાદવને મળવા માટે રાંચી પહોચ્યા છે. પરંતુ પરિવારની અંદર આ નવા વિવાદનો જન્મ કેવી રીતે થયો તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી”.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેજપ્રતાપ યાદવ અને ઐશ્વયાના લગ્ન ૧૨ મે, ૨૦૧૮ના રોજ પટનામાં થયા હતા, ત્યારે હવે સવાલો ઉભા થયા કે, આ દંપતીમાં એવું તો શું થયું છે કે, તેઓના સાત ફેર ૬ મહિના પણ ન ચાલ્યા”.