America Offload Iran War Cost: ઈરાન સાથે ચાલી રહેલા ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury) એ અખાતી દેશોની દાયકાઓ જૂની સ્થિરતા અને સમૃદ્ધિને હચમચાવી દીધી છે. અમેરિકી (America) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ યુદ્ધનો અંદાજે $200 અબજ (આશરે 16 લાખ કરોડ રૂપિયા) નો જંગી ખર્ચ આરબ દેશો પાસેથી વસૂલવાની તૈયારી કરી રહ્યા છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે પણ આ વાતના સંકેત આપ્યા છે કે ટ્રમ્પ ઈચ્છે છે કે આ સૈન્ય કાર્યવાહીના ખર્ચમાં આરબ દેશો પણ હિસ્સો આપે.
Americaનો દરરોજનો ખર્ચ ₹8,300 કરોડ!
અમેરિકા (America) અત્યારે ઈરાન સામે ઈઝરાયેલના ખભા પર બંદૂક રાખીને યુદ્ધ લડી રહ્યું છે. પેન્ટાગોનના આંકડા મુજબ: યુદ્ધના પહેલા 5 સપ્તાહમાં જ અમેરિકાના (America) $35 અબજ ખર્ચાઈ ગયા છે. એટલે કે દરરોજ અંદાજે $1 અબજ (₹8,300 કરોડ) નો ખર્ચ થઈ રહ્યો છે. અમેરિકા હવે 1990-91 ના અખાતી યુદ્ધની જેમ કુવૈત અને સૌદી અરેબિયા પાસે આ પૈસા માંગવાની પેરવીમાં છે.
આરબ દેશોની કમર તૂટી: $40 અબજનું નુકસાન
અમેરિકા જે દેશો પાસે પૈસા માંગી રહ્યું છે, તેમની હાલત અત્યારે પોતે જ અત્યંત ખરાબ છે. ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાએ આરબ દેશોની આર્થિક કરોડરજ્જુ તોડી નાખી છે:
ઓઈલ રિફાઈનરીઓ બંધ: સૌદીની રાસ તનુરા, યુએઈની રુવૈસ અને બહેરીનની સિતરા જેવી મોટી રિફાઈનરીઓ ઠપ થઈ ગઈ છે.
ડેટા સેન્ટરો પર હુમલો: ઇતિહાસમાં પહેલીવાર અમેઝોન જેવી કંપનીઓના ડેટા સેન્ટરોને નિશાન બનાવાયા છે, જેનાથી સુરક્ષા અંગે ડર પેદા થયો છે.
ટુરિઝમ અને એવિએશન: દુબઈ એરપોર્ટ સહિત આખું આકાશ બંધ રહેતા પ્રવાસન ક્ષેત્રને $40 અબજ નું નુકસાન થયું છે.
જીડીપીમાં ઘટાડો: જો યુદ્ધ એપ્રિલ સુધી ચાલશે તો કુવૈત અને કતારના જીડીપીમાં 14% સુધીનો ઘટાડો આવી શકે છે.
શું આરબ દેશો આ બિલ ચૂકવી શકશે?
નિષ્ણાતોના મતે આરબ દેશો માટે આ રકમ ચૂકવવી લગભગ અશક્ય છે. તેના ત્રણ મુખ્ય કારણો છે:
પોતાની બરબાદી: તેઓ પોતે પોતાના બંદરો અને કારખાના ઠીક કરવા માટે $25 અબજ શોધી રહ્યા છે.
હોર્મુઝનો રસ્તો બંધ: હોર્મુઝની સામુદ્રધુની બંધ હોવાથી તેમનું ઓઈલ વેચાઈ રહ્યું નથી, જેથી કમાણી અટકી ગઈ છે.
અમેરિકી (America) અર્થતંત્ર પર અસર: ક્રૂડ ઓઈલ $105 પ્રતિ બેરલ ને પાર કરી ગયું છે, જેનાથી અમેરિકામાં પણ મંદીનો ખતરો 40% વધી ગયો છે.
1991 માં આરબ દેશો સુરક્ષિત હતા અને પૈસા આપી શકતા હતા, પરંતુ 2026 માં તેઓ પોતે યુદ્ધના મેદાનમાં છે અને બરબાદી ઝેલી રહ્યા છે. આવી સ્થિતિમાં $200 અબજ ચૂકવવા તેમના માટે લોઢાના ચણા ચાવવા જેવું છે.
આ પણ વાંચો : તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન

