Ahmedabad News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક યુવકે માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત (Ahmedabad Sarkhej Suicide Case) કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકે આપઘાત (Ahmedabad Sarkhej Suicide Case) કરતા પહેલા પોતાના WhatsApp સ્ટેટસમાં કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા અને બે લોકોને પોતાની મોત માટે જવાબદાર ગણાવ્યા હતા. સરખેજ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય સુરેશે 3 ઓગસ્ટના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આરોપી પિતા-પુત્ર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
પિતા-પુત્ર સાથે શરૂ કર્યો હતો ભાગીદારીનો ધંધો
મૂળ રાજસ્થાનના રહેવાસી સુરેશ અમદાવાદના સરખેજ ઉજાલા સર્કલ પાસે આવેલી દ્વારકેશનગર સોસાયટીમાં રહેતો હતો.ઓક્ટોબર 2025માં સુરેશે મિત્ર કાળુ પ્રજાપતિ અને તેના પુત્ર રાહુલ પ્રજાપતિ સાથે મળીને સરખેજ વિસ્તારમાં સાવરિયા મોબાઇલ મની ટ્રાન્સફરની દુકાન ભાગીદારીમાં શરૂ કરી હતી.થોડા સમય બાદ ધંધો સારો ચાલવા લાગ્યો હતો. ત્યારબાદ સુરેશ પોતાના વતન ગયો હતો અને લાંબા સમય સુધી અમદાવાદ પરત આવ્યો નહોતો.

ભાગીદારીમાંથી છૂટો કર્યા બાદ પણ પૈસાની માંગણીનો આરોપ
પોલીસ ફરિયાદ મુજબ, સુરેશ જ્યારે અમદાવાદ પરત આવ્યો ત્યારે કાળુ અને રાહુલે તેને દુકાન પર આવવાની મનાઈ કરી હતી.આરોપ છે કે પિતા-પુત્રએ સુરેશને ભાગીદારીમાંથી અલગ કરી દીધો હતો અને દુકાનના નફામાંથી પણ હિસ્સો આપવાનો ઇનકાર કર્યો હતો.સુરેશના પરિવારના જણાવ્યા મુજબ, ભાગીદારીમાંથી અલગ કર્યા બાદ પણ પિતા-પુત્ર વારંવાર સુરેશ પાસે પૈસાની માંગણી કરતા હતા.
પૈસા નહીં આપે તો લારી ઉઠાવી લેવાની ધમકીનો આરોપ
સુરેશે પરિવારને જણાવ્યું હતું કે કાળુ અને રાહુલ પ્રજાપતિ તેને વારંવાર પૈસા માટે પરેશાન કરતા હતા. આરોપ મુજબ, જ્યારે સુરેશે કહ્યું કે હવે કોઈ પૈસા આપવાના બાકી નથી, ત્યારે તેને ધમકી આપવામાં આવી હતી કે પૈસા નહીં આપે તો તેની લારી ઉઠાવી લેવામાં આવશે. આ કારણે સુરેશ માનસિક તણાવમાં હતો.
Ahmedabad Sarkhej Suicide Case: પહેલા WhatsApp પર મૂક્યું સ્ટેટસ
સુરેશના મોબાઇલની તપાસ દરમિયાન પોલીસે તેના WhatsApp સ્ટેટસ મેળવ્યા હતા.
એક સ્ટેટસમાં તેણે કાળુ પ્રજાપતિ અને રાહુલ પ્રજાપતિનો ફોટો મૂકીને લખ્યું હતું:
“મેરી મોત કી વજહ યહ દોનો હૈ, મેરા સબ કુછ બરબાદ કર દિયા.”
બીજા સ્ટેટસમાં તેણે પરિવારની માફી માંગતા લખ્યું હતું કે:
“મિસ યુ પપ્પા ઓલ ફેમિલી… જિસકા ભી મેને પૈસા લિયા આપકા નહિ લોટા પાયા, મુજે માફ કર દેના.”
સાથે જ તેણે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરને ટેગ કરીને ન્યાય અપાવવાની માંગ કરી હતી.

પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો
ઘટનાની જાણ થતાં સુરેશના પરિવારજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી હતી. WhatsApp સ્ટેટસ અને પરિવારની ફરિયાદના આધારે સરખેજ પોલીસે કાળુ પ્રજાપતિ અને રાહુલ પ્રજાપતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં યુવકની હત્યા: પાણીના પીપના ઢાંકણાને લઈને થયેલી બોલાચાલી બાદ છરીના ઘા
