Vadodara News: વડોદરાની સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા બરોડા ડેરી (Baroda Dairy Election Result)માં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને ડેરીના ટોચના હોદ્દા માટે નામો જાહેર કરવામાં આવ્યા છે. બરોડા ડેરીના પ્રમુખ પદે ફરી એકવાર દિનેશ પટેલ (દીનુ મામા) ની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીની વરણી કરવામાં આવી છે.ભાજપ હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટના આધારે બંને નેતાઓને ફરી એકવાર જવાબદારી સોંપવામાં આવી છે.
Baroda Dairy Election Result: ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થઈ?
બરોડા ડેરી (Baroda Dairy Election Result)ના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટેની ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ચૂંટણી પૂર્વે ભાજપના નિરીક્ષકો સત્તાવાર મેન્ડેટ સાથે ડેરી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. મેન્ડેટ રજૂ થયા બાદ ડેરીના તમામ ડિરેક્ટરોએ તેને સ્વીકારીને પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.આ રીતે પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી સર્વાનુમતે કરવામાં આવી હતી.
1450 કરોડના વહીવટની જવાબદારી ફરી જૂના નેતાઓને
બરોડા ડેરી (Baroda Dairy Election Result) સહકારી ક્ષેત્રની મોટી સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. ડેરીનું વાર્ષિક ટર્નઓવર આશરે 1450 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે.આટલા મોટા વહીવટ ધરાવતી સંસ્થાનું સુકાન કોના હાથમાં જશે તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી. ચૂંટણી પહેલાં એવી પણ ચર્ચા હતી કે ડિરેક્ટરો પક્ષના મેન્ડેટને સ્વીકારશે કે પછી ચૂંટણીની સ્થિતિ ઊભી થશે. જોકે મેન્ડેટ જાહેર થતાં જ તમામ ડિરેક્ટરોએ તેને માન્ય રાખ્યો હતો અને પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ હતી.
ભાજપે ફરી વ્યક્ત કર્યો વિશ્વાસ
દિનેશ પટેલ (Dinesh Patel ) અને જી.બી. સોલંકી (GB Solanki )ને ફરી જવાબદારી આપીને ભાજપે બંને નેતાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.આ નિર્ણય બાદ બરોડા ડેરીના આગામી વહીવટ અને નીતિઓ પર સૌની નજર રહેશે.
10 ડિરેક્ટરોને કારણદર્શક નોટિસથી ચર્ચા તેજ
એક તરફ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે બીજી તરફ બરોડા ડેરીના આંતરિક મામલાઓને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.ડેરીના કુલ 13 ડિરેક્ટરોમાંથી 10 ડિરેક્ટરોને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કારણદર્શક (શો-કોઝ) નોટિસ આપવામાં આવી છે.આ નોટિસ બાદ બરોડા ડેરીના વહીવટી અને રાજકીય ઘટનાક્રમ પર આગામી દિવસોમાં સૌની નજર રહેશે.
આ પણ વાંચો:ચૂંટણી આવતા જ બરોડા ડેરીનું રાજકારણ ગરમાયું : દીનુ મામા V/s કેતન ઈનામદારનો જંગ
