Entertainment News/ 4000 કરોડની ‘રામાયણ’ માટે કોણે કેટલી ફી લીધી? રણબીર, યશ અને સની દેઓલની ફી જાણી ઉડી જશે હોશ.

નિતેશ તિવારીની 4000 કરોડના બજેટમાં બનનારી ફિલ્મ ‘Ramayan ‘ની સ્ટારકાસ્ટની ફી જાહેર થઈ છે. રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને સની દેઓલના ફી વિશે વિગતે જાણો.

Entertainment
Who charged how much for 'Ramayan'

Entertainment News : નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી મહાકાવ્ય આધારિત ફિલ્મ ‘રામાયણ’ (Ramayan)હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી ભવ્ય ગણાતી આ ફિલ્મ બે ભાગમાં સિનેમાઘરોમાં ધમાકો કરવા તૈયાર છે. આ ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 માં અને બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ કરવાનું આયોજન છે. આશરે 4000 કરોડના અધધધ બજેટમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મની સ્ટારકાસ્ટે જે તગડી ફી વસૂલી છે, તેની વિગતો સાંભળીને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

રણબીર કપૂર (ભગવાન શ્રીરામ)

ફિલ્મમાં ભગવાન શ્રીરામનો પાવન રોલ કરી રહેલા રણબીર કપૂરે (Ranbir Kapoor)ફીના મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે બે ભાગની આ ડ્યુઓલોજી માટે રણબીરને અંદાજે 150 કરોડ ચૂકવવામાં આવી રહ્યા છે, જે તેના કરિયરની સૌથી મોટી રકમ છે.

RAAMA

સુપરસ્ટાર યશ (લંકેશ રાવણ)

‘KGF’ થી ગ્લોબલ ફેમ મેળવનાર સાઉથ સુપરસ્ટાર યશ (Superstar Yash)ફિલ્મમાં રાવણના શક્તિશાળી પાત્રમાં જોવા મળશે . ફિલ્મમાં મુખ્ય ખલનાયકની ભૂમિકા અને કો-પ્રોડ્યુસર તરીકે જોડાયેલા યશને આ પ્રોજેક્ટ માટે 100 કરોડની મોટી ફી મળી રહી છે.

RAMA

સાઈ પલ્લવી (માતા સીતા)

દક્ષિણ ભારતીય સિનેમાની સાદગીપૂર્ણ અભિનેત્રી સાઈ પલ્લવી (Sai Pallavi) માતા સીતાની ભૂમિકા ભજવી રહી છે.સામાન્ય રીતે ફિલ્મો માટે 2 થી 3 કરોડ લેતી સાઈ પલ્લવીને આ ડ્યુઓલોજી માટે 12 કરોડ ચૂકવાયા છે, જે તેના હિન્દી ડેબ્યૂ માટે મોટો જમ્પ છે.

MATA

સની દેઓલ, રવિ દુબે અને વિવેક ઓબેરોય

ફિલ્મના અન્ય મહત્વપૂર્ણ પાત્રો માટે પણ જાણીતા કલાકારોની પસંદગી કરવામાં આવી છે.’ગદર 2′ ની ભવ્ય સફળતા બાદ સની દેઓલ (Sunny Deol) હનુમાનજીના રોલમાં દેખાશે, જેના માટે તેમને 40 કરોડ મળ્યા છે.ટીવીમાંથી ફિલ્મોમાં પદાર્પણ કરનાર રવિ દુબેને લક્ષ્મણના રોલ માટે 10 થી 20 કરોડ વચ્ચે ફી અપાઈ છે.વિદ્યુતજિહ્વાનો રોલ કરનાર વિવેક ઓબેરોયે આ ભવ્ય અને ધાર્મિક પ્રોજેક્ટ માટે પોતાની ફી ન લઈને તેને ફિલ્મમાં ડોનેટ કરી દીધી છે.

ઓસ્કાર વિજેતાઓનું મ્યુઝિક અને વિશ્વસ્તરીય VFX

ફિલ્મના ટેકનિકલ પાસાઓ પણ ખૂબ જ મજબૂત અને વૈશ્વિક સ્તરના રાખવામાં આવ્યા છે.સંગીત ક્ષેત્રે પ્રથમ વખત બે ઓસ્કાર વિજેતાઓ – એ.આર. રહેમાન અને હેન્સ ઝિમર (Hans Zimmer) એકસાથે આવીને બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરી રહ્યા છે. ‘દંગલ’ ફેમ નિતેશ તિવારીના ડાયરેક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રાના પ્રોડક્શન અને યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ દ્વારા થઈ રહ્યું છે. ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ્સની જવાબદારી ઓસ્કાર વિજેતા કંપની DNEG સંભાળી રહી છે.


આ પણ વાંચો :બોલિવૂડની વર્તમાન સ્થિતિ પર સંજય દત્તે વ્યક્ત કર્યું દુઃખ: કહ્યું– ‘હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો સપોર્ટ નથી રહ્યો’

આ પણ વાંચો :કંગનાનું નવું નિવેદન ચર્ચામાં, સોશિયલ મીડિયા પર ફરી વિવાદ ગરમાયો

આ પણ વાંચો :અર્જુન રામપાલના સિનેમામાં 25 વર્ષ: ડેબ્યૂ હીરો તરીકેની શરૂઆતથી લઈને શક્તિશાળી વિલન સુધીની સફર