New Delhi News: મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ ન્યાયિક ભાષાનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે Supreme Court ની પેનલે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે દુષ્કર્મ (Rape Case)અને યૌન શોષણના કેસોમાં “પવિત્રતા ગુમાવી”, “લજ્જા ભંગ” જેવા શબ્દોનો ઉપયોગ ટાળવાની સાથે પીડિતાના ચરિત્ર અંગે કોઈ ટિપ્પણી પણ નહીં કરી શકાય.
દુષ્કર્મ કેસોમાં Supreme Courtની નવી માર્ગદર્શિકા
સુપ્રીમ કોર્ટની પેનલે જણાવ્યું છે કે યૌન અપરાધોના કેસોમાં ચુકાદા અને કોર્ટની કાર્યવાહી દરમિયાન એવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ જે પીડિતાની ગૌરવ અને માન-સન્માન (Victim Rights)જાળવી રાખે. જૂની અને પૂર્વગ્રહપૂર્ણ શબ્દાવલીનો ઉપયોગ હવે યોગ્ય માનવામાં આવશે નહીં.
“પવિત્રતા ગુમાવી” અને “લજ્જા ભંગ” જેવા શબ્દો પર પ્રતિબંધ
નવી માર્ગદર્શિકા મુજબ “પવિત્રતા ગુમાવી”, “લજ્જા ભંગ”, “અપમાનિત મહિલા” અથવા આવા અર્થ ધરાવતા શબ્દપ્રયોગોનો ઉપયોગ ટાળવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા શબ્દો પીડિતાને કલંકિત કરે છે અને સમાજમાં ખોટો સંદેશ આપે છે. માર્ગદર્શિકા અનુસાર કેસની સુનાવણી દરમિયાન અથવા ચુકાદામાં પીડિતાના ચરિત્ર, પહેરવેશ, જીવનશૈલી અથવા ભૂતકાળના સંબંધોને આધારે કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આવા મુદ્દાઓનો યૌન અપરાધના કેસના નિર્ણય સાથે કોઈ સંબંધ નથી.
જજ અને વકીલો માટે કડક સૂચનાઓ
સુપ્રીમ કોર્ટની પેનલે તમામ જજ, વકીલો અને ન્યાયિક અધિકારીઓને સંવેદનશીલ અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપતી ભાષાનો ઉપયોગ કરવાનો આદેશ (Judicial Guidelines) આપ્યો છે. કોર્ટે કહ્યું કે ન્યાય માત્ર આપવો જ નહીં, પરંતુ તેની ભાષા પણ પીડિતાના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરતી હોવી જોઈએ.
આ પણ વાંચો:લિવ-ઇન સંબંધમાં મહિલાઓને પણ મળશે કાનૂની સુરક્ષા, સુપ્રીમ કોર્ટે 498Aના દાયરાનો કર્યો વિસ્તાર
આ પણ વાંચો:બીલીમોરાના નામાંકિત બિલ્ડર સામે દુષ્કર્મની ફરિયાદ
આ પણ વાંચો:કુવાડવાના ગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ : પીડીતાને માતાએ હૂંફના બદલે માર્યો માર
