New Delhi News/ લિવ-ઇન સંબંધમાં મહિલાઓને પણ મળશે કાનૂની સુરક્ષા, સુપ્રીમ કોર્ટે 498Aના દાયરાનો કર્યો વિસ્તાર

Live-in Relationshipમાં રહેતી મહિલાઓને પણ હવે લગ્ન જેવી પરિસ્થિતિમાં IPCની કલમ 498A હેઠળ કાનૂની સુરક્ષા મળી શકે છે, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

Breaking News Top Stories India
live-in-relationships

New Delhi News: લગ્ન જેવા Live-in Relationship માં રહેતી મહિલાઓને હવે કાનૂની સુરક્ષા આપવા તરફ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો સંબંધ લગ્ન જેવી પ્રકૃતિનો હોય તો મહિલાને માત્ર ઔપચારિક લગ્ન ન થયા હોવાના આધારે કાનૂની રક્ષણથી વંચિત રાખી શકાય નહીં. આવા કિસ્સાઓમાં ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે.

Live-in Relationshipમાં પણ મળી શકે 498A હેઠળ કાનૂની સુરક્ષા

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિસ્વર સિંહની બેન્ચે કહ્યું કે IPCની કલમ 498A (Section 498A) નો મુખ્ય હેતુ મહિલાઓને ઘરેલુ ક્રૂરતા અને ઉત્પીડનથી સુરક્ષા આપવાનો છે. બદલાતા સામાજિક સંબંધોને ધ્યાનમાં રાખીને આ જોગવાઈનું અર્થઘટન કરવું જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે કેટલાક લિવ-ઇન સંબંધો વ્યવહારિક રીતે લગ્ન જેવા હોય છે. જો આવા સંબંધમાં મહિલા સાથે ક્રૂરતા કે ઉત્પીડન થાય તો તેને પણ લગ્નિત મહિલાની જેમ કાનૂની સુરક્ષા મળવી જોઈએ.

દરેક લિવ-ઇન સંબંધ પર આ નિર્ણય લાગુ નહીં પડે

સુપ્રીમ કોર્ટે (Supreme Court)સ્પષ્ટ કર્યું કે દરેક લિવ-ઇન સંબંધ આપમેળે કલમ 498Aના દાયરામાં નહીં આવે. મહિલાએ એ સાબિત કરવું પડશે કે બંને પક્ષો વચ્ચે લગ્ન કરવાની મનોવૃત્તિ હતી અને તેમનો સંબંધ “લગ્ન જેવી પ્રકૃતિ” ધરાવતો હતો. કોર્ટે કહ્યું કે માત્ર સાથે રહેવું પૂરતું નથી. દરેક કેસમાં હકીકતો અને સંજોગોના આધારે નક્કી કરવામાં આવશે કે સંબંધ ખરેખર વૈવાહિક સ્વરૂપનો હતો કે નહીં.

કર્ણાટક હાઈકોર્ટના કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્ણય

આ મામલો કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. મહિલાએ આરોપ મૂક્યો હતો કે યુવકે પોતાની પ્રથમ લગ્નની માહિતી છુપાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. બાદમાં દહેજ માટે હેરાનગતિ, ક્રૂરતા અને જાનથી મારી નાખવાના પ્રયાસના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા.

આરોપીએ દલીલ કરી હતી કે બીજી લગ્ન કાયદેસર માન્ય ન હોવાથી તે મહિલા તેનો કાયદેસર પત્ની ગણાતી નથી અને તેના પર કલમ 498A લાગુ થઈ શકે નહીં. જોકે સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મહિલાઓને ઘરેલુ હિંસા અને ક્રૂરતાથી બચાવવાનો કાયદાનો મૂળ હેતુ સૌથી મહત્વનો છે. માત્ર ઔપચારિક લગ્ન ન થયા હોવાના આધારે મહિલાને કાનૂની સુરક્ષાથી વંચિત રાખવી બંધારણ (Constitution of India)ના સમાનતાના સિદ્ધાંત વિરુદ્ધ છે.

કોર્ટે એ પણ યાદ અપાવ્યું કે Domestic Violence Act (Domestic Violence Act), 2005 હેઠળ લિવ-ઇન સંબંધોને પહેલેથી જ માન્યતા આપવામાં આવી છે. જોકે IPCની કલમ 498A ફોજદારી કાર્યવાહી સાથે જોડાયેલી હોવાથી તેનો અલગ કાનૂની વ્યાપ છે.


આ પણ વાંચો:NEET વિરોધ પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી; પોલીસ અને અપરાધિક તત્વો બંને પર નજર

આ પણ વાંચો:વાવ-થરાદના લિવ-ઇન કેસમાં મોટો વળાંક, યુવતીએ કેશવ માળી સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો:લગ્ન પહેલા લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું કેટલું યોગ્ય? યુવાઓમાં વધી રહ્યું છે આકર્ષણ