New Delhi: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ જાણીતી FMCG કંપની ડાબર ઇન્ડિયા (Dabur FSSAI Action) સામે મોટી કાર્યવાહી કરી છે. FSSAIએ કંપનીના કેટલાક ખાદ્ય ઉત્પાદનો પર કરવામાં આવેલા ‘100% શુદ્ધ’, ‘100% નેચરલ’ અને અન્ય સમાન દાવાઓને ભ્રામક ગણાવીને આવા ઉત્પાદનોનું વેચાણ તાત્કાલિક રોકવાનો નિર્દેશ આપ્યો છે. આ કાર્યવાહી હેઠળ ડાબરના મધ, ગાયનું ઘી સહિત અનેક ખાદ્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. FSSAIએ કંપનીને આ મામલે 15 દિવસની અંદર કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
FSSAIની તપાસમાં શું સામે આવ્યું?
FSSAIની તપાસ દરમિયાન ડાબર (Dabur FSSAI Action)ની વેબસાઇટ અને ઉત્પાદનો પર અનેક પ્રકારના ‘100%’ દાવા જોવા મળ્યા હતા. જેમાં મુખ્યત્વે 100% Natural ,100% Pure ,100% Purity Guaranteed ,100% Organic અને 100% Tender Coconut Water જેવા દાવાઓ સામેલ હતા. FSSAIનું કહેવું છે કે આવા દાવાઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (Advertising and Claims) Regulations, 2018ના નિયમોનું ઉલ્લંઘન કરે છે.
‘100%’ શબ્દના ઉપયોગ સામે FSSAIનો વાંધો
FSSAI મુજબ ફૂડ પ્રોડક્ટ્સ માટે ‘100%’ શબ્દની કોઈ ચોક્કસ કાયદેસર વ્યાખ્યા નક્કી કરવામાં આવી નથી. આથી કોઈપણ કંપની દ્વારા ‘100% Pure’, ‘100% Natural’ અથવા ‘100% Organic’ જેવા દાવા કરવામાં આવે ત્યારે તે સ્પષ્ટ, સાચા અને વૈજ્ઞાનિક પુરાવા આધારિત હોવા જોઈએ.નિયમો અનુસાર ગ્રાહકોને ગેરમાર્ગે દોરે તેવા અથવા પૂરતા પુરાવા વગરના દાવાઓ સામે FSSAI કાર્યવાહી કરી શકે છે.
‘જૈવિક ભારત’ લોગો અંગે પણ સવાલ
FSSAIએ ડાબર (Dabur FSSAI Action)ના કેટલાક ઓર્ગેનિક ઉત્પાદનો અંગે પણ નિયમોના ઉલ્લંઘનની નોંધ લીધી છે. તપાસમાં Dabur Himalayan Organic Apple Cider Vinegar,Dabur Organic Honey પર માન્ય FSSAI ઓર્ગેનિક એન્ડોર્સમેન્ટ વગર ‘જૈવિક ભારત’ લોગોનો ઉપયોગ જોવા મળ્યો હોવાનું જણાવાયું છે.
કમ્પાઉન્ડ ફૂડ પર ‘100% શુદ્ધતા’નો દાવો
FSSAIએ ડાબર (Dabur FSSAI Action)ના Home Made Coconut Milk અંગે પણ વાંધો ઉઠાવ્યો છે.રેગ્યુલેટર મુજબ આ એક કમ્પાઉન્ડ ફૂડ પ્રોડક્ટ છે અને આવા મિશ્રિત ખાદ્ય પદાર્થો માટે ‘100% શુદ્ધતા’ જેવા દાવા કરવાની મંજૂરી નથી.
અગાઉ પણ આપવામાં આવી હતી નોટિસ
FSSAIના જણાવ્યા અનુસાર, ડાબર (Dabur FSSAI Action)ને અગાઉ પણ આવા દાવાઓ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી.પરંતુ કંપની તરફથી જરૂરી કાર્યવાહી ન થતાં હવે FSSAIએ કડક પગલું ભર્યું છે.હવે ડાબરે (Dabur FSSAI Action) 15 દિવસની અંદર જણાવવાનું રહેશે કે FSSAIના આદેશ બાદ કંપનીએ શું પગલાં લીધા છે.
FSSAI has issued a Prohibition Order directing M/s Dabur India Limited to immediately cease the sale of food products carrying misleading “100%” claims.#FSSAINotice #FSSAIAction pic.twitter.com/7GdNRUJFyh
— FSSAI (@fssaiindia) August 3, 2026
ખાદ્ય કંપનીઓ માટે FSSAIની ચેતવણી
FSSAIએ તમામ ફૂડ કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ પ્રોડક્ટ અંગે કરવામાં આવતા દાવામાં સાચા હોવા જોઈએ ,સ્પષ્ટ હોવા જોઈએ અને વૈજ્ઞાનિક પુરાવા આધારિત હોવા જોઈએ. ભ્રામક જાહેરાતો અથવા ખોટા દાવા સામે કંપનીઓને નોટિસ, લેબલ બદલવાનો આદેશ, ઉત્પાદન વેચાણ પર પ્રતિબંધ સહિતની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે
અગાઉ પણ થયા છે આવા વિવાદ
પતંજલિ જાહેરાત વિવાદ (2024)
2024માં પતંજલિની ભ્રામક સ્વાસ્થ્ય સંબંધિત જાહેરાતો સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. ત્યારબાદ કંપનીને કેટલીક જાહેરાતો પાછી ખેંચવી પડી હતી અને જાહેર માફી માંગવી પડી હતી.
‘હેલ્થ ડ્રિંક’ વિવાદ (2024)
FSSAIએ સ્પષ્ટ કર્યું હતું કે ફૂડ સેફ્ટી નિયમોમાં ‘હેલ્થ ડ્રિંક’ નામની કોઈ અલગ કાયદેસર કેટેગરી નથી. ત્યારબાદ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે પણ આવા ઉત્પાદનોની કેટેગરીમાં ફેરફાર કર્યા હતા.
આ પણ વાંચો:FSSAIનો મોટો નિર્ણય: Pepsi, Red Bull સહિતની બ્રાન્ડ્સને ‘Energy Drink’ શબ્દ હટાવવા આદેશ
આ પણ વાંચો:રસોડાનું આ એક સાધન વધારી શકે છે પેટની બીમારીઓ: FSSAI એ જાહેર કરી નવી ગાઈડલાઈન
આ પણ વાંચો:FSSAIનું નવું ‘Food Safety Connect’ એપ લોન્ચ, હવે ભેળસેળ અને ગંદા ખોરાકની સીધી કરી શકશો ફરિયાદ
