Lifestyle News/ રસોડાનું આ એક સાધન વધારી શકે છે પેટની બીમારીઓ: FSSAI એ જાહેર કરી નવી ગાઈડલાઈન

FSSAI એ દેશભરના રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટ્સ માટે ચપ્પુ અને કટિંગ ટૂલ્સ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કાટવાળા કે ખરાબ ગુણવત્તાના ચપ્પુના ઉપયોગથી ફૂડ પોઈઝનિંગનું જોખમ રહેતું હોવાથી તંત્ર દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

Trending Lifestyle
Beware! This kitchen item will spread disease.

આપણે બહાર ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન જમતા હોઈએ, પણ જો તે બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે તો તે ઝેર સમાન બની જાય છે. દેશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. નવી સૂચના મુજબ, હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સમાં શાકભાજી કે અન્ય સામગ્રી કાપવા માટે વપરાતા ચપ્પુ, બ્લેડ અને કટિંગ ટૂલ્સ એકદમ કલીન અને પ્રીમિયમ કવોલિટીના હોવા જોઈએ. જો બજારમાં કોઈ દુકાનદાર કાટવાળા કે તૂટેલા સાધનોથી રસોઈ બનાવશે તો તેની સામે કાનૂની સકંજો કસાશે.

શેડ્યૂલ 4 ના નિયમોનું પાલન કરવું હવે ફરજિયાત

FSSAI ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2011 ના શેડ્યૂલ 4 ના કાયદા હેઠળ ભોજનના સીધા સંપર્કમાં આવતા તમામ વાસણો અને કટિંગ ઓજારો ‘ફૂડ-ગ્રેડ’ તેમજ બિન-ઝેરી ધાતુના હોવા અનિવાર્ય છે. તપાસમાં સામે આવ્યું છે કે અનેક જગ્યાએ હજુ પણ કલર ઉખડી ગયેલા અને ખરાબ ગુણવત્તાના ચપ્પુનો બેફામ ઉપયોગ થાય છે. તંત્રએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે રસોડા (Kitchen)માં વપરાતા આવા તમામ નકામા અને જોખમી સાધનોને તાત્કાલિક બદલી નાખવામાં આવે અને તેને નિયમિત સેનિટાઈઝ કરવામાં આવે.

ફૂડ સેફ્ટી કમિશનરોને ઓચિંતી તપાસના આદેશ

આ નવીનતમ ગાઈડલાઈનનું ગ્રાઉન્ડ લેવલ પર કડક પાલન કરાવવા માટે FSSAI એ દરેક રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનર્સ અને કમિટીઓને સક્રિય કરી દીધા છે. ફૂડ ઇન્સ્પેક્ટર્સને બજારોમાં ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરવાની છૂટ અપાઈ છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા કે અસ્વચ્છ વાતાવરણમાં વાસણોનો ઉપયોગ કરનારા ફૂડ આઉટલેટ્સ વિરુદ્ધ દંડ અને લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં લેવાશે.

ખરાબ ચપ્પુ કેમ નોતરી શકે છે ફૂડ પોઇઝનિંગ?

મેડિકલ રિસર્ચ (રિસર્ચગેટના અહેવાલ) અનુસાર, કટિંગ બ્લેડ પર લાગેલો કાટ માત્ર વાસણને ખરાબ નથી કરતો પરંતુ માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. ધાતુ કટાવાને કારણે તેની સપાટી પર ઝીણા છિદ્રો પડી જાય છે, જેમાં સામાન્ય ધોવાથી પણ સાલ્મોનેલા અને ઈ-કોલાઈ જેવા અત્યંત હાનિકારક બેક્ટેરિયા સાફ થતા નથી. જ્યારે આ જ ચપ્પુથી ખોરાક કાપવામાં આવે ત્યારે આ બેક્ટેરિયા ભોજનમાં ભળી જાય છે અને ગંભીર ફૂડ પોઈઝનિંગ તથા પેટના ચેપનું કારણ બને છે.


આ પણ વાંચો :ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ જોઈએ છે? તો તમારી થાળીમાં કરો આ ફેરફારો!

આ પણ વાંચો :શરીરમાં વારંવાર આવતા સોજાને ન કરો ઇગ્નોર: હોઈ શકે છે આ 5 ગંભીર બીમારીઓના પ્રારંભિક સંકેત

આ પણ વાંચો :ચોમાસામાં તડકા વગર પણ કપડાં ફટાફટ સૂકાઈ જશે; બસ અજમાવો આ 6 જાદુઈ ઘરેલું ટિપ્સ