Family Murder Case: અમેરિકાના મેસાચુસેટ્સના એક્ટનમાં ભારતીય મૂળના 17 વર્ષના સગીર અર્જુન અરવિંદ પર તેની માતા અને 14 વર્ષના નાના ભાઈની હત્યા (Massachusetts Murder Case)નો આરોપ લાગ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અર્જુન તાજેતરમાં ઈન્ટરનેટ અને ChatGPTનો ઉપયોગ કરીને પરિવારની હત્યા અંગેના સૈદ્ધાંતિક વિચારો અને કલ્પિત વાર્તાઓ સર્ચ કરતો હતો. જોકે, અધિકારીઓએ હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી.
ઘરમાંથી માતા અને ભાઈના મૃતદેહ મળ્યા
મેસાચુસેટ્સના એક્ટનમાં પરિવારના ઘરમાં બે લોકો મૃત હાલતમાં મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકોની ઓળખ 45 વર્ષીય સુધા વેંકટેશન અને તેમના 14 વર્ષના પુત્ર સિદ્ધાર્થ અરવિંદ તરીકે થઈ છે.પોલીસને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પરિવારના પિતાએ ઘરના સભ્યોનો સંપર્ક ન થતાં પોલીસને વેલફેર ચેક માટે જાણ કરી હતી. પોલીસ જ્યારે ઘેર પહોંચી ત્યારે બંને મૃતદેહ મળી આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંનેના શરીર પર ઈજાના નિશાન હતા. જોકે, મોતનું ચોક્કસ કારણ અને કઈ રીતે મોત થયું તે અંગે ચીફ મેડિકલ એક્ઝામિનરની તપાસ હજુ બાકી છે.
Massachusetts Murder Case:માતા અને ભાઈની હત્યા બાદ સગીર ફરાર થયો
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે અર્જુન અરવિંદ ઘટનાસ્થળે હાજર નહોતો. તે તેની માતાની કાર લઈને ત્યાંથી નીકળી ગયો હોવાનો આરોપ છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓને પણ એલર્ટ કરવામાં આવી હતી.બુધવારે વહેલી સવારે અર્જુન મેસાચુસેટ્સના વેલેન્ડ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેને કોઈ અથડામણ વિના કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની માતાની કાર પણ ત્યાંથી મળી આવી હતી.
ChatGPT અને ઈન્ટરનેટ સર્ચે તપાસમાં વધાર્યો સવાલ
આ કેસનો સૌથી ચોંકાવનારો પાસો અર્જુનના કથિત ડિજિટલ સર્ચને લઈને સામે આવ્યો છે. મિડલસેક્સ ડિસ્ટ્રિક્ટ એટર્નીના જણાવ્યા મુજબ, તપાસમાં સંકેત મળ્યો કે અર્જુન તાજેતરમાં પરિવારની હત્યા (Massachusetts Murder Case) સાથે સંબંધિત ‘થિયોરેટિકલ આઈડિયાઝ’ અને ‘ફેન્ટસી સ્ટોરીઝ’ અંગે ઈન્ટરનેટ અને ChatGPT પર સર્ચ કરતો હતો.અધિકારીઓએ જણાવ્યું છે કે આ સર્ચમાં પરિવારની હત્યા સાથે સંબંધિત કલ્પનાઓ અને વાર્તાઓ બનાવવાનો સમાવેશ થતો હતો. જોકે, માત્ર આવા સર્ચના આધારે હત્યાનું કારણ અથવા ઈરાદો નક્કી કરી શકાય તેમ નથી અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.
કયા આરોપો લાગ્યા?
અર્જુન અરવિંદ સામે બે હત્યાના આરોપ ઉપરાંત પરિવારના સભ્ય સામે હુમલા અને મારપીટ સંબંધિત આરોપો લગાવવામાં આવ્યા છે. તેની સામે પરવાનગી વિના વાહનનો ઉપયોગ અને મોટર વાહન ચોરીના આરોપો પણ છે.મેસાચુસેટ્સમાં હત્યા (Massachusetts Murder Case)ના આરોપને લઈને તેની કાયદાકીય કાર્યવાહી જુવેનાઈલ કોર્ટથી અલગ પ્રક્રિયા હેઠળ આગળ વધશે અને હત્યા તથા સંબંધિત ગંભીર આરોપો માટે તેને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવવાનો હતો.
હત્યાનું કારણ હજુ સ્પષ્ટ નથી
અધિકારીઓએ હજુ સુધી અર્જુને કથિત રીતે આ કૃત્ય શા માટે કર્યું તેનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. હત્યા (Massachusetts Murder Case)માં કયા હથિયારનો ઉપયોગ થયો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે.હાલ સમગ્ર કેસમાં ડિજિટલ પુરાવા, ઘટનાક્રમ અને આરોપીના વર્તન સહિતના વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આરોપ સાબિત થાય ત્યાં સુધી અર્જુનને કાયદેસરની રીતે આરોપી તરીકે જ જોવામાં આવશે.
આ પણ વાંચો:બાળકોને ChatGPT થી દૂર રાખો, એલન મસ્કની વાલીઓને ગંભીર ચેતવણી
આ પણ વાંચો:AI ની દોડમાં પાણીનો બગાડ! શું ChatGPT દરરોજ 250 કરોડ લિટર પાણીનો કરી રહ્યું છે બગાડ?
